જેલના સળિયા પાછળ રામ રહીમ, બળાત્કારી બાબાને 20 વર્ષની સજા, જાણો કોર્ટની કાર્યવાહીની 10 મોટી વાતો

મંગળવાર, 29 ઑગસ્ટ 2017 (10:32 IST)

Widgets Magazine

સાધ્વી પર રેપના મામલામાં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત સિંહને સ્પેશયલ સીબીઆઈ કોર્ટે આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો. કોર્ટે રામ રહીમને 20 વર્ષની સજા આપી. સજા સાંભળ્યા પછી રામ રહીમ જમીન પર બેસીને રડવા લાગ્યા. હાલ રામ રહીમ રોહતકની સોનારિયા જેલમાં જ છે. મેડિકલ ટેસ્ટ પછી તેમને જેલ લઈ જવામાં આવશે.  હવે તમને બતાવીએ છીએ કોર્ટના નિર્ણયની 10 મોટા વાતો 
 
- રામ રહીમને સજા સંભળાવવા માટે જજ જગદીપ લોહાન હેલીકોપ્ટરથી રોહતકના સોનારિયા જેલ પહોંચ્યા 
- સોનારિયા જેલના મીટિંગ રૂમને જ કોર્ટ રૂમમાં બદલી નાખવામાં આવ્યો 
- સીબીઆઈ જજ જગદીપ લોહાને બંને પક્ષને દલીલ માટે 10-10 મિનિટનો સમય આપ્યો. 
- રામ રહીમની તરફથી ત્રણ વકીલોએ દલીલ કરી. 
- સીબીઆઈના વકીલોના બળાત્કારી બાબા માટે વધુમાં વધુ ઉમરકેદની માંગ કરી. 
- રામ રહીમના વકીલોએ કહ્યુ તેમની વય વધુ છે. તેઓ સમાજ સેવા કરે છે. બ્લડ બેંક અભિયાન પણ ચલાવે છે. તેથી તેમને માફ કરવામાં આવે. 
- કોર્ટ રૂમમાં જ રામ રહીમની આંખોમાં આંસૂ આવી ગયા. તેઓ કોર્ટ પાસે દયાની ભીખ માંગવા લાગ્યા 
- બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી કોર્ટે બળાત્કારી બાબા ગુરમીત રામ રહીમને 20 વર્ષને સખત સજા સંભળાવી.  
- કોર્ટમાં ખુરશી પકડીને રડી પડ્યા ગુરમીત રામ રહીમ.. બે સાધ્વીઓના સાથે રેપ મામલે 20 વર્ષની સશ્રમ સજા સંભળાવી.  કોર્ટે અન્ય અપરાધોમાં પણ સજા આપી અને કહ્યુ કે દોષ સામાન્ય નથી. બધી સજાઓ સાથે ચાલશે 
- કોર્ટે કહ્યુ કે અપરાધી સાથે અપરાધીની જેમ જ વ્યવ્હાર કરવામાં આવે.. વીઆઈપીની જેમ નહી. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રામ રહીમ બળાત્કારી 20 વર્ષની સજા જેલના સળિયા પાછળ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મોદી આવે છે એટલે રસ્તા રીપેર થાય છે. બાકી લોકોને કોર્પોરેશનનું રામનામ જ સાંભળવુ પડતું

ગુજરાતમાં થયેલા અતિભારે વરસાદને પગલે સમગ્ર રાજ્યમાં રોડ અને હાઈવેને ભારે નુકસાન થવા ...

news

હાર્દિક પટેલની ધરપકડ અજ્ઞાત સ્થળે લઈ જવાયો, વિજાપુરમાં ટાયરો સળગાવ્યાં

વિદ્યાનગર ખાતે ગણેશોત્સવના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી રહેલા ‘પાસ’ કન્વીનર ...

news

વડોદરા જિલ્લામાં ભારે વરસાદથી પાંચ ગામો સંપર્ક વિહોણા, ઢાઢર નદીમાં પાણીની આવકથી તોફાન વધ્યું

ગુજરાતમાં શનિવારથી જ ભારે વરસાદની પધરામણી થઈ ગઈ છે. ત્યારે રાજ્યના અનેક શહેરો વરસાદથી ...

news

વધુ એક ટ્રેન દુર્ઘટના, દુરંતો એક્સપ્રેસનું એજિન અને 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા

નાગપુરથી મુંબઈ આવી રહેલ દુરંતો એક્સપ્રેસના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. રાહત અને બચાવ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine