શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 15 સપ્ટેમ્બર 2018 (11:25 IST)

એંજિનિયર્સ ડે આજે, ગૂગલે DOODLE બનાવીને ભારત રત્ન વિશ્વેશ્વરૈયાને કર્યા યાદ

ભારત રત્ન મોક્ષગૂંડમ વિશ્વેશ્વરૈયાની જયંતી 15 સપ્ટેમ્બરના રોજ આખા દેશમાં એંજિનિયર્સ ડે મતલબ અભિયંતા દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. શનિવારે ગૂગલે ભારતીય વિકાસના જનક મોક્ષગૂંડમ વિશ્વેશ્વરૈયાની 157મી જયંતી પર ડૂડલ બનાવીને તેમને યાદ કર્યા છે. 
 
વિશ્વેશ્વરૈયાનો જન્મ 15 સપ્ટેમ્બર 1861ના રોજ મૈસૂર (કર્ણાટક)ના કોલાર જીલ્લાના ચિક્કાબલ્લાપૂર તાલુકામાં થયો હતો. વિશ્વેશ્વરૈયા ભારતના જાણીતા સફળ એંજિનિયર વિદ્વાન હતા. 1955માં તેમને ભારત રત્ન સન્માન આપવામાં આવ્યુ. દક્ષિણ ભારતના મૈસૂર, કર્ણાટકને એક વિકસિત અને સમુદ્ધશાળી ક્ષેત્ર બનાવવામાં એમવીનુ અભૂતપૂર્વ યોગદાન છે. 
 
તેમના પિતાનુ નામ શ્રીનિવાસ શાસ્ત્રી અને માતાનુ નામ વેંકાચમ્મા હતુ. પિતા સંસ્કૃતના વિદ્વાન હતા. વિશ્વેશ્વરૈયા ઈમાનદારી, ત્યાગ, મહેનત વગેરે જેવા ગુણોથી ભરપૂર હતા. તેમનુ કહેવુ હતુ કાર્ય જે પણ હોય પણ તે આ ઢંગથી કરવામાં આવ્યા હોય કે તે બીજા કાર્યથી શ્રેષ્ઠ હોય.  એટલુ જ નહી તેઓ મૈસૂરના 19મા દિવાન (1912-1918) પણ રહ્યા.