1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મુંબઈ. , ગુરુવાર, 11 એપ્રિલ 2024 (11:17 IST)

હાર્દિક પંડ્યાના સાવકા ભાઈની ધરપકડ, હાર્દિક-કુણાલ સાથે બિઝનેસમાં કર્યો દગો

hardik - krunal
પોલીસે ક્રિકેટર હાર્દિક અને ક્રુણાલ પંડ્યાના ઓછા જાણીતા સાવકા ભાઈ વૈભવ પંડ્યાને બિઝનેસમાં લગભગ 4 કરોડ રૂપિયાની દગાબાજી કરવાના આરોપમાં અરેસ્ટ કર્યો છે. ટાઈમ્સ ઓફ ઈંડિયાની એક રિપોર્ટ મુજબ 37 વર્ષીય વૈભવે કથિત રૂપે પાર્ટનરશિપ ફર્મથી લગભગ 4.3 કરોડ રૂપિયાની હેર-ફેર કરી. જેનાથી હાર્દિક પંડ્યા અને તેમના ભાઈ ક્રુણાલને નુકશાન થયુ. 
 
ટીઓઆઈએ મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખાના અધિકારીઓના હવાલાથી બતાવ્યુ કે વૈભવ પર   છેતરપિંડી અને દગાબાજીના આક્ષેપો કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, ત્રણેય ભાઈઓએ 2021માં પોલિમર બિઝનેસ શરૂ કર્યો. બિઝનેસની શરતો એવી હતી કે હાર્દિક અને કૃણાલે 40 ટકા મૂડીનું રોકાણ કર્યું હતું, જ્યારે વૈભવે 20 ટકા રોકાણ કર્યું હતું.
 
જો કે, વૈભવે બાદમાં પંડ્યા બંધુઓને જાણ કર્યા વિના, શરતોનો ભંગ કરીને તે જ વ્યવસાયમાં બીજી વધુ એક ફર્મ ખોલી.