આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ - સ્વાસ્થ્યના મામલે સ્ત્રીઓ કરતા પાછળ છે પુરૂષ

શનિવાર, 18 નવેમ્બર 2017 (17:09 IST)

Widgets Magazine

19 નવેમ્બરના રોજ દુનિયાભરમાં દિવસ ઉજવાય છે..  આશ્ચર્યની વાત એ છે કે  આ દિવસ વિશે મોટાભાગના પુરૂષોને જ ખબર નથી.  અને દરરોજની જેમ તેમનો પણ આ દિવસ ભાગદોડ સાથે પુરો થઈ જશે.. દર વર્ષે 19 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ દુનિયાભરના લગભગ 30 દેશોમાં ઉજવાય છે..  આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય પુરૂષો અને છોકરાઓના સાથે જ લૈગિક સમાનતાને વધારવાનો છે.. 
 
મહિલાઓની જીવનશૈલી સ્વાસ્થ્ય સાથે જોડાયેલ અનેક રિપોર્ટ અવાર ન્વાઅર સામે આવે છે અપ્ણ અનેક રિપોર્ટ અને સર્વેમાં સામે આવ્યુ છે કે મહિલાઓના મુકાબલે પુરૂષોના સ્વાસ્થ્ય પર વિચારવુ વધુ જરૂરી છે.  તમને આ તથ્ય હેરાન કરી શકે છે દુનિયાના દરેક ભાગમાં મહિલાઓની તુલનામાં પુરૂષોમાં સ્વસ્થ્ય સમસ્યાઓ વધુ છે. એટલુ જ નહી મહિલાઓની તુલનામાં પુરૂષો સાથે જોડાયેલ આત્મહત્યાના મામલા સૌથી વધુ સામે આવે છે. 
 
દિલના રોગી - દુનિયાભરમાં દિલના રોગીઓની સમસ્યા ઝડપથી વધી રહી છે. એક અભ્યાસમાં સામે આવ્યુ છે કે પુરૂષોમાં 50 વર્ષની વયથી પહેલા દિલના રોગી હોવાની આશંકા બની રહે છે. પણ મહિલાઓને માસિક આવતુ બંધ થયા પછી દિલની સમસ્યા વધે છે. પુરૂષોના મુકાબલે મહિલાઓને સરેરાશ 7 થી 10 વર્ષ પછી દિલના રોગી થવાની શક્યતા થાય છે. જો કોઈ મહિલા ડાયાબિટીસથી ગ્રસ્ત છે તો તેને પણ દિલના રોગી હોવાની શક્યતા વધુ રહે છે. 
 
બીપી 55 વર્ષની વય પહેલા પુરૂષોને - મહિલાના મુકાબલે હાઈ બીપીની સમસ્યા થવાની શક્યતા રહે છે. બીજી બાજુ મહિલાઓમાં આ સમસ્યા સામાન્ય રીતે 55 વર્ષની વય પછી જ થાય છે. 
 
 હાઈ કોલેસ્ટ્રોલ - મહિલાઓમાં ઓછી વયમાં હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા ખૂબ ઓછી જોવા મળે છે. જ્યારે કે પુરૂષોમાં ઓછી વયમાં  કોલેસ્ટ્રોલ સામાન્ય રીતે વધી જાય છે. પણ વય વધવાની સાથે મહિલા અને પુરૂષ બંનેમાં આ સમસ્યા રહે છે.  કોલેસ્ટ્રોલ વધતા પુરૂષોનુ અનેકવાર સ્ટ્રોકથી મોત થઈ જાય છે. જ્યારે કે મહિલાઓમ આવા મામલા ઓછા જોવા મળે છે.  
 
 
સરેરાશ આયુમાં પણ પાછળ - દુનિયાના દરેક ભાગમાં મહિલાઓ કરતા પુરૂષોનુ આરોગ્ય વધુ ચિંતાજનક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO) ની તાજેતરની રિપોર્ટ એ સ્પષ્ટ કરે છે.  ડબલ્યૂએચઓ મુજબ દુનિયાભરમાં પુરૂષોની સરેરાશ આયુ 69 વર્ષની હોય છે.  જ્યારે કે મહિલાઓની સરેરાશ આવ્યુ 74 વર્ષની હોય છે.  તેમના મુજબ મહિલાઓ પુરૂષો કરતા 5 વર્ષ વધુ જીવે છે. 
 
પુરૂષોમાં ડાયાબિટીઝની શક્યતા વધુ -  ડાયગ્નોસ્ટિક ચેન એસઆરએલ ડાયગ્નોસ્ટિક્સ દ્વારા કરવામાં આવેલ એક વિશ્લેષમાં સામે આવ્યુ છે કે મહિલાઓની તુલનામાં પુરૂષોમાં ડાયાબિટીસની થવાની શક્યતા વધુ રહે છે..છેલ્લા સાઢા ત્રણ વર્ષમાં (2014 થી 2017 મધ્ય સુધી) 63 લાખથી વધુ નમૂનાઓનુ વિશ્લેષણ કર્યુ જેમા 21 ટકા પ્રુરૂષો અને 17.3 ટકા સ્ત્રીઓમાં બ્લડ શુગરનુ સ્તર સામાન્યથી વધુ જોવા મળ્યુ. 
 
રોડ અકસ્માત વધુ -  દુર્ઘટનાના એક રિપોર્ટ મુજબ માર્ગ અકસ્માતમાં મહિલાઓ કરતા પુરૂષોના મોત વધુ થાય છે.  રિપોર્ટમાં બતાવ્યુ છે કે માર્ગ અકસ્માતમાં થનારા મોતમાં 48 ટકા પુરૂષ હોય છે જ્યારે કે આ મામલે મહિલાઓનો આંકડો 37 ટકા છે. 
 
કેંસર હેલ્થ સર્વે - કેંસર એક હેલ્થ સર્વેના મુજબ કેંસરના મામલે મહિલાઓમાં વધુ જોવા મળે છે. અમેરિકન કેંસર સોસાયટીને તરફથી કરવામાં આવેલ સર્વેમાં જોવા મળ્યુ છે કે જે લોકોને કેંસરે પોતાની ચપેટમાં લીધા તેમા 30 ટકા સ્ત્રીઓ અને 24 ટકા પુરૂષ હતા. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સુરતમાં કોંગી કોર્પોરેટરનું પાસને સમર્થન, કોંગ્રેસ નિર્ણય નહીં લે તો રાજીનામું

પાટીદાર અનામત આંદોલનના નેતાઓને કોંગ્રેસે દિલ્હી બોલાવ્યા બાદ ગુજરાત ભવન ખાતે બેસાડી રાખી ...

news

કેતન પટેલ અને અમરિશ પટેલે છોડ્યો હાર્દિક પટેલનો સાથ, ભાજપમાં જોડાશે

પાટીદાર આંદોલનના નેતા કેતન પટેલ અને અમરિશ પટેલે હાર્દિક પટેલનો સાથ છોડ્યો છે. મળતી ...

news

કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં ગુજરાત સમગ્ર રાષ્ટ્રમાં અવ્વલ

કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં ગુજરાત સમગ્ર રાષ્ટ્રના અન્ય રાજ્યો કરતાં અગ્રેસર છે. ...

news

ગુજરાતમાં એક્સપાયર્ડ થઈ ગયેલી પોલિયો વેક્સિન બાળકોને અપાઇ રહી છે - શક્તિસિંહ ગોહિલ

ગુજરાતમાં ભાજપ સરકારના કથળેલા શાસનમાં નકામા થઇ ગયેલા અને ઉપયોગ કરી શકાય નહીં તેવા પોલિયો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine