1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (11:20 IST)

EXCLUSIVE: શમસુલ હોદાની ચોખવટ - કાનપુર ટ્રેનને નિશાન બનાવવાનુ PAKથી મળ્યો હતો આદેશ

નેપાળથી ધરપકડ કરવામાં આવેલ કાનપુર રેલ દુર્ઘટનાના માસ્ટરમાઈંડ અને આઈએસઆઈ એજંટ શમશુલ હોદાએ નેપાળ પોલીસ સામે અનેક ચોંકાવનારી ખુલાસા કર્યા છે. હોદાએ નેપાળ પોલીસને બતાવ્યુ કે ભારતમાં રેલ દુર્ઘટનાનું ષડયંત્ર રચવા માટે તેને પાકિસ્તાનથી આદેશ મળ્યા હતા. 
 
આતંકી હુમલાની ચોખવટ કરતા હોદાએ જણાવ્યુ કે ભારતમાં આતંક ફેલાવવા માટે પાકિસ્તાનથી તેને સતત નિર્દેશ મળી રહ્યો હતો. તેણે જણાવ્યુ, ભારતમાં ખાસ કરીને બિહારમાં ટ્રેનો અને રેલવે સ્ટેશનોને નિશાન બનાવવામાં આવતુ હતુ. રેલ પાટા પર ધમાકાની ષડૅયંત્ર વિશે પણ તેને અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા. 
 
હોદાએ જણાવ્યુ, તેને રેલની પાટાને બોમ્બ ધમાકાથી ઉડાવીને વધુથી વધુ નુકશાન પહોંચાડવાનો આદેશ મળ્યો હતો. શમસુલ હોદાએ પોલીસે કહ્યુ, આતંકની આ રમતમાં મારા કરતા પણ મોટા અનેક લોકો સામેલ છે.' આ દરમિયાન તેણે પાકિસ્તાન સાથે પોતાના સંબંધો પર પણ બધી ચોખવટ કરી. 
 
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કાનપુરમાં થયેલ રેલ દુર્ઘટનામાં લગભગ 150 લોકો માર્યા ગયા હતા. બીજી બાજુ ડઝનો લોકો ગંભીર રૂપે ઘાયલ પણ થયા હતા. આ રેલ દુર્ઘટનામાં નેપાળ મૂળના આઈએસઆઈ એજંટ શમશુલ હોદાનુ નામ સામે આવ્યુ હતુ. હોદા નેપાળથી ચૂંટણી પણ લડી ચુક્યો છે અને તેનુ નેપાળમાં એક રેડિયો સ્ટેશન પણ છે. 
 
કાનપુર રેલ દુર્ઘટના પછી ભારતીય સુરક્ષા એજંસીઓએ હોદાને પકડવાની કોશિશ ઝડપી કરી દીધી હતી. સુરક્ષા એજંસીઓની કોશિશ રંગ લાવી અને દુબઈથી શમસુલ હોદાની ધરપકડ પણ કરી લેવામાં આવી. ગયા શનિવારે હોદાને દુબઈથી નેપાળ લાવવામાં આવ્યો. ભારતીય ગુપ્ત એજંસી આઈબી. રો અને એનઆઈએની ટીમ પહેલાથી જ નેપાળમાં હાજર હતી. 
 
નેપાળ અને ભારતીય તપાસ એજંસીઓના દબાણમાં જ તેણે દુબઈથી કાઠમાંડૂ ડિપોર્ટ કરવામાં આવ્યો. હાલ હોદાની પૂછપરછ ચાલુ છે.  સુરક્ષા એજંસીઓના અધિકારી હોદાની પૂછપરછમાં અનેક બીજા મુખ્ય ખુલાસા થવાની આશા બતાવી રહ્યા છે. સાથે જ આઈએસઆઈ એજંટ શમસુલ હોદાને ટૂંક સમયમાં જ ભારત લાવવાની કવાયત ઝડપી કરવામાં આવી રહી છે.