શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 14 મે 2018 (16:09 IST)

કર્ણાટકના લોકો UP કે Gujarat જેવા નથી - સિદ્ધારમૈયા

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યુ કે કેંન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડેએ વિવાદાસ્પદ નિવેદન આપીને કોંગ્રેસની મદદ કરી છે.  અનંત કુમારે કહ્યુ  હતુ કે ભારતીય જનતા પાર્ટી સંવિધાન બદલવા માટે સત્તામાં આવી છે. 
 
તેમણે કહ્યુ, 'ભાજપા સંવિધાન કેમ બદલવા માંગે છે ? કેમ ભાજપાના અધ્યક્ષ અમિત શાહ કહી રહ્યા છે કે અનંત કુમાર હેગડેના નિવેદનથી પાર્ટીને કોઈ લેવડ દેવડ નથી ? તેઓ તેમને (અનંત કુમાર હેગડે)ને મંત્રાલયમાંથી કેમ નથી હટાવતા અને પાર્ટીમાંથી બહાર કેમ નથી કરતા ?
 
"ભાજપા અનામત વિરોધી છે. જો પાર્ટી સંવિધાન સામાજીક ન્યાય અને ધર્મનિરપેક્ષતામાં વિશ્વાસ કરે છે તો તેમણે સંવિધાનને બદલવા વિશે વિચારવુ પણ ન જોઈએ. શુ આ પાર્ટીએ ક્યારેય કહ્યુ કે કે તેઓ  મંડળ કમીશનની રિપોર્ટ કે રિઝર્વેશનનુ સમર્થન કરે છે."
120 થી વધુ સીટ જીતવાનો દાવો 
 
હેગડેના સંવિધાનને બદલવાના નિવેદન અને ત્યારબાદ સાર્વજનિક મંચ પરથી આપવામાં આવેલ કેટલક ભાષણોથી કર્ણાટકના દલિતોમાં નારાજગી છે. ભાજપામાં રહેલ વર્તમાન દલિત નેતાઓએ મૈસૂરમાં થયેલ બેઠક દરમિયાન અમિત શાહને દલિતોને લઈને સ્થિતિ સ્પષ્ટ કરવાનો આગ્રહ કર્યો હતો. પણ આ બેઠક ચર્ચા વિવાદ સાથે ખતમ થઈ ગઈ કારણ કે દલિત જાણવા માંગતા હતા કે હેગડેને બહાર કેમ નથી કરવામાં આવ્યા. 

 
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ પર કોંગ્રેસનો વિરોધ કરનારા અમિત શાહના નિવેદન પર પ્રતિક્રિયા આપતા સિદ્ધારમૈયાએ કહ્યુ મુદ્દો એ છે કે કેન્દ્ર સરકાર રાજ્યના પછાત વર્ગ આયોગની સ્વાયત્ત્તા છીનવવા માંગતી હતી. તે તેનો રાજનીતિક ફાયદો ઉઠાવવા માંગે છે. 
 
આ અમારે માટે સારુ છે કે ભાજપાના મુખ્યમંત્રી પદ માટે યેદિયુરપ્પાને આગળ કર્યા છે. અમે લોકો 
120થી વધુ સીટ જીતવા જઈ રહ્યા છીએ. 
 
સિદ્ધરમૈયા ભાજપાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પાના એ દાવા પર હસે છે જેમા તેમણે કહ્યુ હતુ કે અલ્પસંખ્યક, પછાત અને દલિતનો વિશ્વાસ કોંગ્રેસમાંથી ઓછો થયો છે અને ભાજપાને તેમનુ સમર્થન મળી રહ્યુ છે.  કોંગ્રેસને હંમેશા આ વર્ગોનો વોટ મળ્યો છે. કારણ કે પાર્ટી સમાજીક ન્યાયમાં વિશ્વાસ કરે છે. જેમા ભાજપાને વિશ્વસ નથી. 
PM ની રેલીઓની અસર થશે ?
 
જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે તેઓ એકમાત્ર એવા કોંગ્રેસી નેતા છે જેમા એ આત્મવિશ્વાસ છે તો સિદ્ધારમૈયાએ કહ્યુ, 'હુ સો ટકા આશ્વસ્ત છુ કારણ કે હુ મુખ્યમંત્રી છુ." પણ સિદ્ધારમિયાએ એ પણ કહ્યુ કે પાર્ટીએ લિંગાયત સમુદાયને અલ્પસંખ્યકનો દરજ્જો આપવાની ભલામણનો પોતાનો નિર્ણયને રાજનીતિક મુદ્દો નથી બનાવ્યો. 
એ ભલામણથી રાજનીતિક ફાયદો ઉઠાવવાનો અમારો ક્યારેય ઈરાદો નથી રહ્યો. આ નિર્ણયથી ન તો અમને ફાયદો થશે ન તો નુકશાન.  
 
સિદ્ધારમૈયા આ વાતથી બિલકુલ ચિંતિત ન દેખાયા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં એક પછી એક અનેક રેલીઓ કરી. તેમનુ માનવુ છે કે પ્રધાનમંત્રીની રેલીઓથી ચૂંટણી પર કોઈ અસર નહી થાય. 
 
તેમણે કહ્યુ કોઈ અસર નહી થાય. તેમના (નરેન્દ્ર મોદી) માટે આ શક્ય નથી કે તેઓ બદલાવ લાવી શકે.  કર્ણાટકમાં તેમનુ યોગદાન શુ છે ? ચાર વર્ષમાં તેમણે દુકાળ દરમિયાન મદદ માટે અમારા અનુરોધનો જવાબ પણ આપ્યો નથી. 
 
અમે લોકોએ મહાદાયી નદી જળ વિવાદના સમાધાન માટે તેમને વિનંતી કરી હતી. તેઓ હવે કહી રહ્યા છે કે જો તેમની પાર્ટી સત્તામાં આવે છે તો તે આ વિવાદના સમાધાન માટે મુખ્યમંત્રી સાથે બેઠક કરશે. 
 
સિદ્ધરમૈયાનો આરોપ - સિદ્ધારમૈયાએ આગળ કહ્યુ કે શુ પ્રધાનમંત્રી આ પ્રકારની વાતો કરે છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી નથી દેશના પ્રધાનમંત્રી છે. 
 
ઈદિરા ગાંધીના કામ કરવાની સ્ટાઈલને જુઓ. કેવી રીતે તેમણે ચેન્નઈના લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી હતી. જ્યારે કે તમિલનાડુ ત્યારે એ  કૃષ્ણા જળ વિવાદનો ભાગ નહોતુ. જો ત્યારના આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે ચાલી રહ્યુ હતુ  એક પ્રધાનમંત્રી આ જ રીતે કામ કરે છે. 
 
સિદ્ધારમૈયાનુ માનવુ છે કે ભાજપા હંમેશા મુદ્દાને જીવંત બનાવી રાખવા માંગે છે. આ તેમની રણનીતિ છે. શુ તેમણે રામ મંદિરનુ નિર્માણ કરાવ્યુ ?
 
તેઓ આ વાતથી આશ્વસ્ત છે કે મોદીની લોકપ્રિયતા એ પ્રકારની નથી રહી જેવી 2014માં હતી. મોદીજીનુ આકર્ષણ ઓછુ થયુ છે અને તેમનો પ્રભાવ પણ ઘટ્યો છે. કર્ણાટકના લોકો ઉત્તર પ્રદેશ કે ગુજરાત જેવા નથી. 
 
સિદ્ધારમૈયા એવુ માને છે કે કેટલાક સ્થાન પર કોંગ્રેસ ધારાસભ્યોથી લોકો નારાજ જરૂર છે પણ સરકાર પ્રત્યે કોઈને નારાજગી નથી.  તેઓની દલીલ છે કે સરકારે સામાજીક કલ્યાણનો કાર્યક્રમ બનાવ્યો છે. તેમની સરકારે ગરીબી, શિક્ષણ, મહિલા, ખેડૂત અને સામાન્ય લોકોના હિતમાં કામ કર્યુ છે.