શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી , ગુરુવાર, 7 જૂન 2018 (17:15 IST)

મૌસમ એલર્ટ - મુંબઈમાં ભારે વરસાદ, આગામી બે દિવસમાં સમગ્ર ભારતમાં વાવાઝોડા સાથે થશે વરસાદ

. થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દેશના કેટલાક અન્ય ભાગમાં થયેલ ભારે વરસાદથી ખૂબ જ જન-ધન હાનિ થઈ હતી. હવે મૌસમ વિભાગે એલર્ટ રજુ કર્યુ છે કે માનસૂની હાજરી પહેલા દેશભરમાં તેઝ આંધી-તૂફાન સાથે વરસાદ થઈ શકે છે. 
માનસૂનની દસ્તકના પૂર્વ મૌસમ વિભાગે દિલ્હી અને આખા દેશમાં વાવાઝોડ સાથે વરસાદ થવાનો એલર્ટ રજુ કર્યો છે.  હવામાન વિભાગ મુજબ મધ્યપ્રદેશ સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં 4, 5 દિવસ સુધી આ પ્રકારની સ્થિતિ બની શકે છે. 
 
મુંબઈ પહોંચ્યો વરસાદ - માનસૂને મુંબઈમાં એંટ્રી મારી છે. મહાનગરમાં બુધવારે રાતથી જ વરસાદ ગરજ સાથે વરસી રહ્યો છે.  હવામાન વિભાગ મુજબ 9 અને 10 જૂનના રોજ હવા સાથે ભારે વરસાદ પડી શકે છે.  કોંકન વિસ્તારમાં સત વરસાદ થઈ શકે છે.  પૂર્વાનુમન મુજબ રત્નાગિરી અને સિંધુદુર્ગ જીલ્લામાં 7 અને 8 જૂનના રોજ ભરે વરસાદની શક્યતા બતાવી છે. 
દિલ્હીમાં લોકો ગરમીથી પરેશાન - રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના લોકોને ગુરૂવારે પણ ગરમીનો સામનો કરવો પડ્યો મોસમ વિભાગ મુજબ દિલ્હીમાં અધિકતમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનુ અનુમાન છે. મોસમ વિભાગે સાંજ પછી રાત્રે પણ આકાશમાં વાદળ છવાઈ રહે તેનુ અનુમાન બતાવ્યુ છે.