બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: લખનૌ. , ગુરુવાર, 30 નવેમ્બર 2017 (10:06 IST)

Video - જુઓ મુલાયમ સિંહ યાદવની વહુ અર્પણાનો 'પદ્માવતી' નો ઘૂમર ડાંસ

મુલાયમ સિંહ યાદવની વહુ અપર્ણા યાદવે  'પદ્માવતી' ફિલ્મનો ઘૂમર ડાંસ કર્યો કે બબાલ થઈ ગઈ.  'પદ્માવતી' વિરુદ્ધ લડી રહેલ કરણી સેનાએ કહી દીધુ કે અપર્ણા પોતે રાજપૂત થઈને રાજપૂતોની ભાવનાઓ સાથે રમત રમી રહી છે.  'પદ્માવતી'માં આ ડાંસ દીપિકા પાદુકોણ પર ફિલ્માવ્યુ છે અને અપર્ણાએ એક ફેમિલી ફંકશનમાં બિલકુલ એ જ અંદાજમાં સ્ટેજ પર આ ડાંસ રજુ કર્યો હતો. 


 
 'પદ્માવતી'માં દીપિકાનો ધૂમર ડાંસ તો ધૂમ મચાવી જ રહ્યો છે. પણ તેના પર બબાલ પણ છે. યૂટ્યૂબ પર તેને 6 કરોડથી વધુ વાર જોવાય ચુક્યો છે.  'પદ્માવતી'ના વિરોધીઓનુ કહેવુ છે કે આ ડાંસમાં રાણી પદ્માવતીએ ખૂબ નાનો બ્લાઉઝ પહેર્યો છે. જેનાથી કમર દેખાય રહી છે. હાલ આ વિવાદ થમ્યો નથી ને હવે અપર્ણા યાદવ ઠીક એ જ અંદાજમાં સ્ટેજ પર ડાંસ કરતી જોવા મળી અને બબાલ થઈ ગઈ. 
 
જેમા કરણી સેના આગળ છે.. જેના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કલવીએ કહ્યુ કે 'અમે એક મોટા ઉદ્દેશ્ય માટે લડી રહ્યા છે અને અપર્ણા ખુદ રાજપૂત થઈને પણ રાજપૂતોની ભાવનાઓ સાથે રમત રમી રહી છે. જો તેમને આટલો જ શૉક છે તો અમે તેમને ઓરિજિનલ ઘૂમર અને રાજસ્થાની ફોક સોંગ મોકલી આપીશુ.'
 
દીપિકાએ ધૂમર ડાંસને શૂટ કરવામાં 66 વાર ગોળ ચક્કર લગાવ્યા છે. અપર્ણાના ડાંસમાં પણ ઘણુ પરફેક્શન છે. જેને જોઈને અફવા ઉડી છે કે તેણે પણ કોરિયોગ્રાફર કીર્તિ મહેશ પાસેથી ઘૂમર ડાંસ શીખ્યો છે જે પદમાવતીમાં દીપિકાના કોરિયોગ્રાફર હતા. આ જરૂર છે કે પદ્માવતીના ઘૂમર ડાંસમાં દીપિકાએ જે ઘાઘરો પહેર્યો છે તેને મશહૂર ડિઝાઈનર રિંપલ નરુલાએ ડિઝાઈન કર્યો છે. જેનુ વજન 30 કિલો અને કિમંત 30 લાખ બતાવાય રહી છે પણ અપર્ણાનો ઘાઘરો દીપિકાના ઘાઘરા સામે હલકો લાગી રહ્યો છે.