કોણ છે 11000 કરોડનો લુંટેરો નીરવ મોદી...

nirav modi pnb fraud
Last Modified ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2018 (15:11 IST)
આમ તો નીરવ મોદીના નામનો સમાવેશ ફોર્બ્સની અરબપતિઓની યાદીમાં થાય છે, પણ પંજાબ નેશનલ બેંક (પીએનબી)ને 11 હજાર 500 કરોડનો ફટકો લગાવવાના સમાચાર પછી નીરવનુ નામ દરેકની જીભ પર ચઢી ગયુ છે.
અને એક જ ઝતમાં આ નાયકમાંથી ખલનાયકની શ્રેણીમાં આવી ગયો છે. આ સમગ્ર ઘાંધલીમાં નીરવ સાથે જ તેમના મામાની કંપનીનુ નામ પણ સામે આવી રહ્યુ છે.

મોદી બેલ્જિયમના શેહર એંટવર્પમા કરનારા પરિવારમાંથી આવે છે. વેપારી વાતાવરણમાં ઉછરેલા 48 વર્ષીય નીરવ વિશે એવુ કહેવાય છેકે તેઓ પત્રકારોને કહેતા હતા કે આ વ્યવસાય સાથે જોડાવવા માંગતો નહોતો. તેમને વોર્ટનમાં એક વર્ષ ફાઈનેસના અભ્યાસ કર્યો પણ નિષ્ફળ રહ્યા. છેવટે નીરવને હીરાના વેપારમાં જ ઉતરવુ પડ્યુ.

આ રીતે થઈ શરૂઆત - 19 વર્ષની વયમાં મોદીને પોતાના મામા અને ગીતાંજલિ જેમ્સના ચેયરમેન મેહુલ ચોકસીની પાસે મુંબઈ મોકલવામાં આવ્યા હતા જેથી તે હીરા વેપારના ગુર સીખી શકે. વર્ષ 1999માં તેમણે દુર્લભ હીરાના વેપાર માટે નામની કંપની સ્થાપિત કરી અને જોત જોતામાં જ આંતરરાષ્ટ્રીય કંપનીઓનું અધિગ્રહણ કરી લીધુ.
આજે તેમની જ્વેલરી સ્ટોન લંડન, ન્યૂયોર્ક, લાસ, વેગાસ, હવાઈ, સિંગાપુર, બીઝિંગ જેવા 16 શહેરોમાં છે. ભારતમાં દિલ્હી અને મુંબઈમાં તેમના સ્ટોર છે. આ મજબૂત નેટવર્કના કારણે તેમણે કૉન્ટ્રેક્ટ મૈન્યુફેક્ચરિંગમાં પગ મુક્યો. ભારત ઉપરાંત તેમની રૂસ, અર્મેનિયા અને દક્ષિણ આફ્રિકામાં મૈન્યુફેક્ચરિંગ યૂનિટ્સ છે.

2010માં તેમનો એક નેકલેસ હોંગકોંગમાં નીલામીમાં 22.4 કરોડ રૂપિયામાં વેચાયો હતો. 2005માં બ્નીરવ મોદીએ ફ્રેડરિક ગોલ્ડમેન કંપનીને ખરીદી હતી જે અમેરિકામાં તેમની સૌથી મોટી ગ્રાહક હતી. આ કંપની મોદીની કંપનીથી 7 ગણી મોટી હતી.
punjab bank limited
દિલ્હીમાં પહેલુ મોટુ બૂટિક - તેમણે 2014માં પોતાનુ પ્રથમ મોટુ બૂટિક દિલ્હીની ડિફેંસ કોલોનીમાં શરૂ કર્યુ. આવતા જ વર્ષે થનારી 2015માં મુંબઈના કાળા ઘોડા ક્ષેત્રમાં પણ એક સ્ટોર ખોલી દીધો. એ જ વર્ષે ન્યૂયોર્કના મૈડિસિન અવેન્યૂમાં પણ એક સ્ટોર ખુલ્યો. એ સમયે નાઓમી વાટ્સ, નિમરત કૌર અને લિસા હેડન જેવા કલાકારોએ ઉદ્દઘાટન સમારંભમાં હાજરી આપી હતી.

નીરવના હીરાની ચમકથી માત્ર બોલીવુડ જ નહી પણ હોલીવુડના કલાકાર પણ અંજાય ગયા હતા. કૈટ વિંસ્લેટ, ડકોરા જૉન્સન, ટરાજી પી હેન્સન વગેરે હોલીવુડ સ્ટાર્સ નીરવના હીરા પહેરીને રેડ કાર્પેટ પર ચમક પાથરી ચુક્યા છે. તેમના બ્રાંડને પ્રિયંકા ચોપડા, એંડ્રિયા ડાયાકોનુ અને રોજી હંટિંગટન જેવા કલાકાર પ્રમોટ કરે છે. નીરવની શ્રીમંતાઈ અને મિલકત એટલી વધી કે તે 2013માં અરબપતિઓની ફોર્બ્સ લિસ્ટમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા હતા. મુંબઈના પ્રતિષ્ઠિત મ્યુઝિક શૉપ રિદમ હાઉસને પણ તેમને કથિત રૂપે 32 કરોડમાં ખરીદી લીધો હતો.

રણનીતિ જે સફળ રહી - નીરવે 2009ની વિશ્વવ્યાપી મંદી દરમિયાન ખૂબ દુર્લભ હીરા ખરીદ્યા જેનાથી તેમણે ઘણો લાભ થયો. 2010માં બ્રિટિશ ઓક્સન હાઉસ ક્રિસ્ટીઝે મોદીના 12 કૈરટના ગોલકુંડા લોટ્સ નેકલેસને પોતાના કૈટલોગના કવર પર સ્થાન આપ્યુ સાથે જ નીલામીની રકમ 16 કરોડ રૂપિયા રાખી. આ પ્રથમ તક હતી જ્યરે 100 વર્ષથી ઓછા સમયના ઈતિહાસવાળા કોઈ ભારતીય જ્વેલર માટે ક્રિસ્ટીઝે બોલી લગાવી હોય.
...અને પછી પીએનબી કૌભાંડ - ત્યારબાદ એક સમય એ પણ જ્યારે સાર્વજનિક ક્ષેત્રની પંજાબ નેશનલ બેંકમાં લગભગ 11 હજાર 420 કરોડ રૂપિયા (177 કરોડ ડોલર)ના ખોટા અને બિનસત્તાવાર લેવડદેવડનો મામલો સામે આવ્યો. આ સમગ્ર મામલા પાછળ મામા-ભાણેજની જુગલબંધી બતાવાય રહી છે. બેંકે સીબીઆઈની પાસે ફરિયાદ નોંધાવી છે. બેંકે સંદિગ્ધ લેવડ દેવડ વિશે અરબપતિ આભૂષણ વેપારી નીરવ મોદી અને એક આભૂષણ કંપની વિરુદ્ધ જુદી જુદી ફરિયાદ નોંધાવી.


આ પણ વાંચો :