1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 29 જૂન 2021 (19:00 IST)

Noida News: નોઈડામાં 14માં માળેથી કૂદીને મોડલે કર્યુ સુસાઈડ, માતાના ઠપકાથી નારાજ થઈને ગુસ્સામાં ઉઠાવ્યુ પગલુ

Noida News
યૂપીમાં નોઈડાના પૈરામાઉંટ ઈમોશંસ સોસાયટીના 14માં માળથી કૂદીને એક મોડેલે આત્મહત્યા કરી લીધી. પોલીસ તપાસમાં જાણ થઈ છે કે મુંબઈમાં મોડેલિંગ કરનારી પ્રિયા પોતાની મોટી બહેનને ત્યા આવી હતી. 
 
પ્રિયા સાથે મુંબઈનો જ તેનો એક પુરૂષ મિત્ર પણ આવ્યો હતો. બંનેયે રવિવારે મોડી રાત સુધી પાર્ટી કરી હતી. આ વાત મોટી બહેને માતાને બતાવી દીધી. ત્યારબાદ પ્રિયાની માતા સોમવારે પૈરામાઉંટ ઈમોશંસ પહોંચી અને તેને ઠપકો આપ્યો. માતાના ઠપકાથી નારાજ થઈને પ્રિયાએ સોસાયટીના 14મા માળથી કુદીને આત્મહત્યા કરી લીધી. 
 
પુરૂષ મિત્રની થઈ શકે છે પૂછપરછ 
 
એસપી યોગેંદ્ર સિંહે જણાવ્યુ કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યુ કે હજુ આ મામલે કોઈ લેખિત ફરિયાદ મળી નથી.  જો જરૂર પડશે તો મોડલના પુરૂષ મિત્રને મુંબઈથી બોલાવાશે.  આશંકા છે કે પુરૂષ મિત્ર પણ મૉડલ છે.