ડ્રીમ પ્રોજેક્ટ ઘોઘા રોરો ફેરી સર્વિસનું મોદીએ કર્યું લોકાર્પણ,

Last Modified રવિવાર, 22 ઑક્ટોબર 2017 (12:46 IST)
ભાવનગર: સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું સડક માર્ગનું ભારણ ઘટાડનાર અને ભાવનગર જિલ્લાના વિકાસની નવી ક્ષિતીજો ખોલનાર ઘોઘા-દહેજ ફેરી સર્વિસનું રવિવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઘોઘા ખાતેથી કરવામાં આવ્યું હતું અને પ્રથમ ફેરી બોટમાં નરેન્દ્ર મોદી ઘોઘાથી દહેજની મુસાફરી કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન ઘોઘા-દહેજ ફેરી સર્વિસ પ્રોજેક્ટમાં હાલ પેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી છે. ડિસેમ્બરમાં ઘોઘા ખાતેનો લિન્ક સ્પાન લાગી ગયા બાદ પૂર્ણત: રો-રો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી છે. જેમાં 150 મોટા વાહનો અને 1,000 મુસાફરોની સમાવેશ કરવામાં આવશે.

ભાવનગરથી દહેજ વચ્ચેનું સડક માર્ગનું અંતર 310 કિ.મી. છે જે ઘોઘા-દહેજ વચ્ચે દરિયાઇ માર્ગે ફક્ત 31 કિ.મી.નું થઇ જશે. આમ સમયની બચત

પણ થશે અને કિંમતી ઇંધણની પણ બચત થશે, સાથોસાથ માર્ગ અકસ્માતોમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

નવા વર્ષની શુભેચ્છાઓ આપીને સંબોધનની કરી શરૂઆત
મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સંબોધન
આપણા સમુદ્રી કિનારા ભારતના વિકાસના ગેટવે રહેશે
સૌરાષ્ટ્રથી સુરત દોઢ કલાકમાં પહોંચાશે
લોકોના લાખો લિટર ઈંધણ અને સમયની બચત થશે
દરિયાઈ માર્ગે ટ્રાન્સ્પોર્ટેશન શક્ય બન્યુ છે
દુનિયાની વર્લ્ડ ક્લાસ સિસ્ટમ ગુજરાતમાં ઉપલબ્ધ
નવા વર્ષ સાથે ગુજરાતનું નવું કદમ
ફેઝ – 2માં વાહનો સાથેની સુવિધા અપાશે
લંકાની લાડી અને ઘોઘાનો વર કહેવત કહી
અમારી સરકારે સૌરાષ્ટ્રના ખેડૂતોને દૂધના સારા ભાવ આપ્યા
ગુજરાતમાં બસ સ્ટેન્ડ એરપોર્ટ જેવા બનશે
ગિફ્ટ સિટી દ્ગારા ઈન્ટરનેશનલ માર્કેટ ગુજરાત આવ્યું
ગુજરાત અનેક ક્ષેત્રે નંબર 1 છે
24 કલાક વીજળીમાં ગુજરાત નંબર 1
કાળિયાપીઠનો 40 વર્ષ જુનો પ્રશ્ન ઉકેલાશે
બધા સારા કામ મારા નસિબમાં જ લખાયેલા છે
સ્કૂલમાં હતો ત્યારે ઘોઘો ફેરી અંગે સાંભળ્યું હતું
કાળિયાપીઠના 15 હજાર મકાનોને કાયદેસર થશે
અમારા કામથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાય છે
ભાવનગરના આંગણે સોનાનો સુરજ ઉગ્યો છે
માઢિયામાં GIDCને મંજૂરી
ખાતમુહૂર્ત કરીએ છીએ લોકાર્પણ પણ અમે કરીશું
ભાવનગરનું બોર તળાવ પાઈપલાઈનથી ભરાશે
વિવિધ અગ્રણીઓ દ્વારા વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવ્યું


આ પણ વાંચો :