ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 16 ફેબ્રુઆરી 2019 (13:42 IST)

Pulwama Terror Attack: દેશભરમાં શોક અને ગુસ્સો, પાકિસ્તાન પર કાર્યવાહીની માંગને લઈને બજાર બંધ, હાઈવે જામ ટ્રેન રોકી

Pulwama Terror Attack Live Updates: જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માં થયેલ આતંકવાદી હુમલા પર આજે સર્વદળીય બેઠક ચાલી રહી છે. હુમલાની માહિતી આપવા માટે ગૃહમંત્રી રાજનાથ સિંહે સર્વદલીય બેઠક બોલાવી છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યુ કે બધી પાર્ટીઓને પુલવામા પર થયેલ હુમલો અને સરકાર દ્વારા અત્યાર સુધી ઉઠાવેલ પગલાની માહિતી આપવામાં આવી રહી છે.  આ પહેલા શુક્રવારે રાજનાથ સિંહે કાશ્મીરના પુલવામાં જીલ્લામાં સુરક્ષાબળના કાફલા પર થયેલ હુમલા પછીની સ્થિતિની મુલાકાત લીધી હતી. ગુરૂવારે થયેલ સુરક્ષાબળ પર થયેલ આત્મઘાતી હુમલામાં 40 જવાન શહીદ થઈ ગયા.  પુલવામાં હુમલામાં સહ્હેદના પરિવાર તેમની શહીદી પર ગર્વ કરી રહ્યા છે. પણ તેમને ગુમાવવાનુ દુખ તેમને અસહનીય તકલીફ આપી રહ્યુ છે. હુમલામં સૌથી વધુ 12 જવાન ઉત્તરપ્રદેશના શહીદ થયા છે. ઉત્તરાખંડ બિહાર અને ઝારખંડે પણ પોતાના જીગરના ટુકડાને ગુમાવ્યા છે. કોઈના માથેથી પિતાની છત્રછાયા ઉઠી ગઈ છે તો અનેક માતા-પિતાના ઘરનો દીપક ઓલવાઈ ગયો છે. 

- તપાસ પૂરી થતા આગળ માહિતી આપવામા આવશે - આરઆર ભટનાગર 
-  સીઆરપીએફ ડીજી આરઆર ભટનાગરે કહ્યુ, હુ ઘટનાસ્થળને જોવા આવ્યો હતો. ફોરેંસિક અને એનઆઈએની ટીમો અહી પહેલા થી જ પોતાનુ કામ કરી રહી છે. તપાસ પૂરી થયા પછી આગળની માહિતી આપવામાં આવશે. 
- નાલાસોપારામાં પ્રદર્શનકારીઓએ રેલ પાટાઓને અવરુદ્ધ કર્યા 
- મહારાષ્ટ્રમાં પાલઘર જીલ્લાના નાલાસોપારામાં પ્રદર્શનકારીઓએ એક સમૂહે પુલવામાં આતંકવાદી હુમલાના વિરોધમાં શનિવારે રેલવે પાટાઓને અવરુદ્ધ કર્યા.  અધિકારીઓએ જણાવ્યુ કે પ્રદર્શનકારી સવારે લગભગ આઠ વાગીને 20 મિનિટ પર રેલવે પાટાઓ પર પહોંચ્યા અને તેમને પાકિસ્તાનવ વિરુદ્ધ નારા લગાવવા શરૂ કર્યા. પ્રદર્શનને કારણે માર્ગ પર ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ. 
- બિહારના જહાનાબાદ અને અરવલમાં બજાર બંધ 
- જમ્મુ કાશ્મીરમાં થયેલ હુમલા વિરુદ્ધ શનિવારે પણ જહાનાબાદ અને અરબલના લોકો આંદોલિત રહ્યા. જહાનાબાદ અને અરબલના હૈદરાબાદ બજાર બંધ રહ્યા. શહેરના વ્યવસાયી રસ્તા પર ઉતર્યા અને પાકિસ્તાન વિરુદ્ધ નારેબાજી કરી. 
- અભય ચૌટાલાએ પાકિસ્તાન જવાનો કાર્યક્રમ રદ્દ કર્યો. 
-  ઈંડિયન નેશનલ લોકદળના નેતા અભય સિંહ ચૌટાલાએ લાહોર જવાનો કાર્યક્રમ રદ્દ કર્યો. પટિયાલા હાઉસ કોર્ટે અભય ચૌટાલાને ગઈકાલે પાકિસ્તાન જવાની અનુમતિ આપી. અભય ચૌટાલા આવકથી વધુ મામલે આરોપી છે. 
 
- શહીદ મોહનલાલ રતૂડીનુ પાર્થિવ શરીર સ્મશન ઘાટ પર 
-  હરિદ્વાર શહીદ મોહનલાલ રતૂડીનુ પાર્થિવ શરીર પર પહોચ્યુ
- પીએમ મોદીએ કહ્યુ - સજા ક્યારે અને ક્યા અને કેવી રીતે આપવામાં આવે એ આપણા સૈનિકો નક્કી કરે.. 
- સુરક્ષા બળોને તમામ છૂટ આપવામાં આવી છે. 
- સૈનિકોમાં અને વિશેષકરીને CRPFમાં જે ગુસ્સો છે તે પણ દેશ સમજી રહ્યો છે. તેથી સુરક્ષાબળોને ખુલ્લી છૂટ આપવામાં આવી છે - પીએમ મોદી