ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 20 ઑક્ટોબર 2018 (00:16 IST)

અમૃતસર દૂર્ઘટના - શનિવારે એક દિવસના શોકની જાહેરાત, મુખ્યમંત્રી અમરિન્દર સિંહે મૃતક પરિવરો માટે પાંચ લાખ રૂપિયાની જાહેરાત કરી

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતાં મૃતક પરિવરો માટે પાંચ લાખ રૂપિયા વળતર અને ઈજાગ્રસ્તોને ફ્રિ સારવાર કરાવવાની જાહેરાત કરી છે. તે સાથે જ તેમને જણાવ્યું કે, જિલ્લા પ્રશાસને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે અને પરિસ્થિતિ પર નજર રાખવા માટે તેઓ પોતે અમૃતસર જઈ રહ્યાં છે. 
 
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે દશેરા દરમિયાન રાવણ દહન કાર્યક્રમ વખતે થયેલ ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે. આ ઘટનાને જોતા તેમને પોતાનો ઈઝરાઇલનો પ્રવાસ પણ રદ્દ કરી દીધો છે. જ્યારે રેલમંત્રી પિયૂષ ગોયલે પણ પોતાનો અમેરિકા પ્રવાસ રદ્દ કરી દીધો છે. રેલવેમંત્રી અમેરિકાથી તાત્કાલિત દેશ પરત ફરી રહ્યાં છે.
 
પંજાબ સરકારે અમૃતસરમાં થયેલ દૂર્ઘટના પર પ્રદેશમાં શનિવારે એક દિવસના શોકની જાહેરાત કરી છે. આ દરમિયાન સરકારી ઓફિસો અને શિક્ષણ સંસ્થાઓ બંધ રહેશે.