NDAના 4 વર્ષ પૂર્ણ થવા પર બોલ્યા શાહ - PM મોદીના આવવાથી બદલાયો દેશ

amit shah
Last Modified શનિવાર, 26 મે 2018 (15:40 IST)
ભાજપા અધ્યક્ષ અમિત શાહે આજે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તૃષ્ટીકરણ અને વંશવાદની રાજનીતિ ખતમ કરી છે અને વિકાસની રાજનીતિ શરૂ કરી છે. શાહે એક સંવાદાતા સંમેલન દરમિયાન પોતાની સરકારના ચાર વર્ષ પૂરા થવા પર તેની ઉપલબ્ધિયો પણ ગણાવી. તેમણે કહ્યુ કે વર્ષ 2016માં નિયંત્રણ રેખા (એલઓસી)ને પાર સર્જિકલ સ્ટ્રાઈક કરી આ સરકારે દેશના દુશ્મનો પર વિજય મેળવવની પોતાની રાજનીતિક ઈચ્છાશક્તિનુ પ્રદર્શન કર્યુ છે

મોદી સરકારે તૃષ્ટિકરણની રાજનીતિને કરી ખતમ

ભાજપા અધ્યક્ષે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તૃષ્ટિકરણ, વંશવાદ અને જાતિવાદની રાજનીતિ ખતમ કરી અને વિકાસની રાજનીતિની શરૂઆત કરી.
તેમને કહ્યુ કે આ સરકારે સત્તામાં આવતા જ એક વર્ષની અંદર લાંબા સમયથી લંબિત વન રૈંક વન પૈશન ના મુદ્દાનુ સમાધાન કર્યુ. તેમની સરકારે કાળા ધન પર રોક માટે એક એસઆઈટીની રચના જેવા ઉપાય કર્યા. શાહે કહ્યુ કે મોદી સરકાર સંવેદનશીલ છે અને તે ગામના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.

મોદી સૌથી વધુ કામ કરનારા પીએમ

આ સાથે જ શાહે નરેન્દ્ર મોદીને દેશમાં અત્યાર સુધીનુ સૌથી વધુ કામ કરનારા પ્રધાનમંત્રી કરાર આપતા કહ્યુ છે કે તેમના નેતૃત્વમાં દેશને ભ્રષ્ટાચાર વિહીન, કડક નિર્ણય કરનારી અને ગરીબ-ગામ-ખેડૂતોના હિતોને સમજનારી સરકાર મળી છે.
સરકારે પોતાની નીતિયો અને કાર્યક્રમોમાં સૌનો સાથ-સૌનો વિકાસના સૂત્રને ચરિતાર્થ કર્યુ છે. ભારત આજે સૌથી ઝડપી ગતિથી વધનારી અર્થવ્યવસ્થા બનીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચુકી છે. ઉલ્લેખનીય છે કે સરકારના ચાર વર્ષ પૂરા થવા પ્રસંગે ભાજપા અને મોદી કેબિનેટના મંત્રી પોતાની સરકારની ઉપલબ્ધિયો જનતા સામે મુકી રહી છે. પીએમ ખુદ પોતાની સરકારની રિપોર્ટ કાર્ડ જનતા સામે રજુ કરશે.
તે પોતાની સરકારનુ રિપોર્ટ કાર્ડ ઓડિશાના કટકમાં રજુ કરશે.


આ પણ વાંચો :