1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2017 (10:50 IST)

આતંકવાદીઓની કાયરતાપૂર્ણ હરકત,રજા ગાળવા ઘરે આવેલા BSF જવાનની હત્યા કરી

જમ્મુ અને કાશ્મીરમાં સેના દ્વારા જે રીતે આતંકવાદીઓની કેડ ભાંગવામાં આવી રહી છે તેનાથી તેઓ હચમચી ઉઠ્યા છે અને હવે કાયરતાપૂર્ણ હરકતો પર ઉતરી આવ્યાં છે. આતંકવાદીઓએ બીએસએફના એક જવાનની નિર્મમ હત્યા કરી નાખી. કાશ્મીર ઘાટીના બાંદીપોરામાં આતંકીઓએ રમીઝ અહેમદ પેરેને ગોળી મારી દીધી. આ ઘટના બાંદીપોરાના હાજિન વિસ્તારમાં થઈ. જવાન રમીઝના ઘરમાં અચાનક ઘૂસી આવેલા આતંકીઓએ તેમને ખુબ જ નજીકથી ગોળી મારી દીધી., જવાનની હત્યા બાદ વિસ્તારમાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધરેલુ છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર લશ્કરના કેટલાક આતંકવાદીઓ રમજાન પારેના ઘરે રાત્રે 10 વાગ્યાની આસપાસ જઈ તેને બહાર નીકળવા કહ્યું હતું જ્યારે રમજાનના પરિવારે તેનો વિરોધ કર્યો ત્યારે તેને બહાર ના આવવા દેતા આતંકીઓએ અંધાધુંધ ગોળીબારી કરી હતી. જેમાં રમજાન પારેની મોત થઈ ગઈ. જ્યારે પરિવારના ચાર લોકો ઘાયલ થયા છે. માહિતી અનુસાર રમજાન 26 ઓગષ્ટથી સતત 37 દિવસની રજા પર હતો. ઘાયલ થયેલામાં અહમદ પારે, જાવેદ અહમદ પારે, અફજલ પારે અને હબલા બેગમ સામેલ છે.
 
બીએસએફે છેલ્લા કેટલાક મહિનામાં બે એડવાઈઝરી જાહેર કરી ઘાટીના જવાનોને ઘરે જાય ત્યારે સાવધાની રાખવા કહ્યું હતું. પહેલી એડવાઈઝરી એક બીએસએફ અધિકારીને ધમકી મળ્યા બાદ જાહેર કરી. જ્યારે બીજી લેફ્ટનેન્ટ ઉમર ફયાજની હત્યા બાદ જાહેર કરી હતી.