Top 10 'Gujarati News - આજના ટોપ 10 ગુજરાતી સમાચાર (10/10/2017)

મંગળવાર, 10 ઑક્ટોબર 2017 (11:07 IST)

Widgets Magazine

1. ચૂંટણીને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકારની નવી જાહેરાત - પેટ્રોલ ડિઝલના ભાવ ઘટ્યા 
 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આડે ગણતરીના દિવસો બચ્યાં છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં નવી નવી જાહેરાતો કરવામાં આવી રહી છે. ત્યારે સરકાર વધુ એકવાર પ્રજાને ખુશ કરવા માટે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. નવો ભાવ આજ રાતથી લાગુ પડશે. આ મામલે મુખ્યમંત્રી રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.
 
 
2. હવે દવાઓની કિમંત પર સરકારનો નવો નિયમ, હવે કંપનીઓ બેફામ કિમંત વસૂલ નહી કરી શકે  
 
દવાઓના બેફામ ભાવને કાબૂમાં લેવા અને મેડિકલ માર્કેટમાં ટ્રાન્સપરેન્સી લાવવા સરકરા દવાઓ પર MRP ઉપરાંત 'ex Factory' પ્રાઇસ પણ ફરજીયાત છાપવા ફાર્મસી કંપનીઓ માટે નિયમ લઈને આવી રહી છે. જોકે આ સરકારના આ મૂવથી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં વિરોધ ઉઠ્યો છે.  આ નિયમ લાગુ પડતા દવા બનાવતી કંપનીઓએ તેમની મેન્યુફેકચરિંગ કોસ્ટ, પ્રોફિટ અને માર્જિન્સ બધું જ પબ્લિકમાં જાહેર કરવું પડશે. કંપનીઓના મતે આ તેમની બિઝનેસ સ્ટ્રેટજી છે જે જાહેર થતા હરીફોને ફાયદો થશે.
 
3. મોદીજી જય શાહ-જાદા ખા ગયા... આપ ચોકીદાર થે યા ભાગીદાર ? કંઈક તો બોલો - રાહુલનુ ટ્વીટ 
 
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજેપી અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહનીન કંપનીના ટર્નઓવરમાં ભારે નફો થવાના દાવાવાળી મીડિયા રિપોર્ટ પર ચુપ્પીને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે. તેમને સોમવારે ગુજરાતમાં ચૂંટણી પ્રચારના બીજા ચરણની શરૂઆત આ મુદ્દાને ઉઠાવતા કરી. 
 
4. બીજી T20 મેચ માટે ગુવાહાટી પહોંચી ટીમ ઈંડિયાનુ ભવ્ય સ્વાગત, વિરાટ કોહલીની ફોટો બની ચર્ચાનો વિષય 
 
ટીમ ઈંડિયા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આગામી ટી20 મેચ ગુવાહાટીમાં રમાશે. મેચ માટે અહી પહોંચેલ ભારતીય ટીમનો અલગ અંદાજમાં સ્વાગત થયુ. એયરપોર્ટ પર જ ખેલાડીઓને પારંપારિક ટોપી પહેરાવવામાં આવી.  હોટલ પહોંચતા ખેલાડીઓને તિલક લગાવીને શૉલ ભેટ કરવામાં આવી.  ટીમ ઈંડિયાના ખેલાડીઓના ભવ્ય સ્વાગત વચ્ચે કપ્તાન વિરાટ કોહલીની એક તસ્વીર પર લોકોએ મજાક કરી. ઉલ્લેખનીય છેકે જે હોટલમાં ટીમને રોકાવવાનુ છે એ હોટલમાં ખેલાડીઓનુ શાનદાર સ્વાગત થયુ. હોટલ સ્ટાફે ખેલાડીઓને પારંપારિક આસામી શૉલ પહેરાવીને સ્વાગત કર્યુ.  વિરાટ કોહલીનુ પણ સ્વાગત થયુ. જ્યારે ઈંડિયન કેપ્ટન હોટલ સ્ટાફની તરફ જોઈ રહ્યા હતા ત્યા જ કેમરા ક્લિક થઈ ગયો. તસ્વીર જોઈને લાગે છે કે વિરાટ એ છોકરીને તાકી રહ્યો છે.  જો કે વીડિયો જોઈને લાગે છે કે આ તસ્વીર કેમરાના કેપ્ચર મોમેંટની કમાલ છે. 
 
 
5. આગામી વિધાનસભા ભાજપ માટે શાખ બચાવવાનો સવાલ છે... સ્ટાર પ્રચારકોની ફોજ ગુજરાતમાં આવશે 
 
ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તેની પુરેપુરી તાકાત લગાવવાનો નિર્ણય લીધો છે. છેલ્લા 15 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એવુ બની રહ્યુ છે કે, જયારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને પીએમ મોદી ઉપરાંત અન્ય ચહેરાઓનો પણ સહારો લેવો પડી રહ્યો છે. ભાજપ સંપુર્ણ રીતે આક્રમક ચૂંટણી પ્રચાર કરવાના મુડમાં છે અને સમજાય છે કે ટુંક સમયમાં સ્ટાર પ્રચારકોની ફોજ ગુજરાતમાં ઉમટી પડશે.
 
 
6. આનંદીબેને ચૂંટણી નહી લડવાનુ કહીને સૌને ચોંકવી દીધા 
 
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને એક પત્ર પાઠવીને આગામી ચૂંટણી નહીં લડવા માટે ભલામણ કરી છે. વોટ્સએપ પર ફરતા થયેલા આ લેટરમાં આનંદીબેને જણાવ્યું છે કે હવે હું 75 વર્ષની થઈ છું તેથી આ સમય ચૂંટણી લડવાનો નથી. મને ક્યારેય ભાજપ પક્ષે કંઇ કહ્યું નથી, પરંતુ હવે મારે ચૂંટણી લડવી નથી.આનંદીબેને પટેલે અમિત શાહને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, હું 1998થી ધારાસભ્ય છું અને દરેક જવાબદારી નિષ્ઠાથી નિભાવી છે, ત્યારે હવે 75 વર્ષ થયા છે. મારે ચૂંટણી લડવી નથી. ઘાટલોડિયાની ટિકિટ અન્ય કોઇ સક્ષમ કાર્યકર્તાને આપો. સાથે આનંદીબેને સ્પષ્ટતા પણ કરી છે કે, મને ભાજપ પક્ષ દ્વારા કંઇ કહેવામાં આવ્યું નથી. પરંતુ તેઓ પોતે સ્વેચ્છાએ જ ચૂંટણી લડવા માગતા નથી તેવું જણાવ્યું છે.
 
7. જૂનાગઢમાં મોરારિબાપુ અને વાઘ એકસાથે જોવા મળ્યા... 
 
જૂનાગઢમાં પ્રખર રામાયણી પૂ. મોરારિબાપુની રામકથા ચાલી રહી છે. ત્યારે ડુંગરપુર વિસ્તારમાં રામનામનો જપ કરતા મોરારિબાપુ અને દૂર નિદ્રાધીન થયેલા સાવજને જોઇ સંત અને સાવજનો અદ‌્ભુત સમન્વય થતો હોય ઘડી જોનારની નજર ઘડીભર થંભાવી દે એવી બની ગઇ હતી. દ્રશ્ય જોઇને લાગે છે કે, સાવજ પણ જાણે બાપુની કથાનું શ્રવણ કરવા આવ્યો છે.
 
8. હવે પીએમ મોદીના કાર્યક્રમમાં ભાગ લેવો હોય તો આધાર કાર્ડ ફરજિયાત... 
 
દેશમાં પ્રત્યેક સરકારી કામ માટે તો આધારકાર્ડને ફરજીયાત બનાવવામાં આવી રહ્યુ છે તો હવે જો તમે પીએમ મોદીના કાર્યક્રમમાં સામેલ થવા માંગતા હો તો તમારે આધારકાર્ડ બતાવવુ પડશે. પટણા યુનિ.ના પોસ્ટ ગ્રેજયુએટ છાત્રો અને રિસર્ચ સ્કોલર્સ જે પણ પીએમ મોદીના કાર્યક્રમમાં સામેલ થવા ઇચ્છતા હોય તેમના માટે આધારકાર્ડ અનિવાર્ય કરી દેવામાં આવ્યુ છે. શનિવારે પટણા યુનિ.ના શતાબ્દી વર્ષ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં પીએમ મોદી હાજર રહેવાના છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જુઓ આનંદીબેને ચૂંટણી નહીં લડવા કોને પત્ર લખ્યો

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને એક પત્ર ...

news

રાજકોટમા ભાજપના અગ્રણી પર હૂમલો

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં ભાજપ અગ્રણી અને ઉદ્યોગપતિ રમેશભાઇ ધડુકના પુત્ર અને કારચાલક ...

news

કેન્દ્રિય ચૂંટણી પંચ આજથી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે

મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે. જોતિના વડપણ હેઠળ ચૂંટણી પંચના વરિષ્ઠ ૧૧ અધિકારીઓ સોમવારથી ...

news

જમાલપુરની ટિકિટ મુસ્લિમ ઉમેદવારને આપવા જગન્નાથ મંદિરના મહંતે કરી ભલામણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જમાલપુર-ખાડીયા બેઠક પર મુસ્લિમ ઉમેદવાર ઉસ્માનભાઇ ઘાંચીને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine