Widgets Magazine
Widgets Magazine

કોંગ્રેસમાં 5 ધારાસભ્યો રિપીટ નહીં થાય તો ભાજપમાં 50 ટકા પાટીદાર ઘારાસભ્યોના પત્તાં કપાશે

સોમવાર, 9 ઑક્ટોબર 2017 (11:35 IST)

Widgets Magazine


દિલ્હી ખાતે મળેલી સ્ક્રીનિંગ કમિટીની બેઠક પછી આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ દ્વારા ટિકિટ ફાળવણી માટે પ્રક્રિયા હાથ ધરાઇ છે. જેમાં એક બાબત સ્પષ્ટ થઇ છે કે રાજ્યસભાની ચૂંટણી વખતે તમામ ધારાસભ્યોને રિપીટ કરવાની જાહેરાત કર્યા પછી પણ, કોંગ્રેસ ગુજરાતમાં ચૂટાયેલા ઓછામાં ઓછા પાંચ ધારાસભ્યોને ટિકિટ આપશે નહીં. બીજી તરફ હાલમાં ભાજપમાં 44 પાટીદાર ધારાસભ્યો છે. જેમાંથી 50 ટકાથી વધુના પત્તાં કપાઈ જાય તેવી સંભાવનાઓ સુત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસને સાંસદ અહેમદ પટેલને જીતાડવા માટે નેવના પાણી મોભે આવી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. કોંગ્રેસે રીતસર ઝઝૂમવું પડ્યું હતું અને કોંગ્રેસના તમામ 43 ધારાસભ્યોને બેંગ્લોરના રિસોર્ટમાં લઇ જવા પડ્યા હતા.  કોંગ્રેસ માટે એક એક બેઠક પર કોઇપણ હિસાબે ભાજપના ઉમેદવારની તીવ્ર સ્પર્ધા કરી શકે તેવા ઉમેદવાર મૂકવા ફરજિયાત છેWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગોધરા કાંડ પર ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, 11 દોષીઓની ફાંસીની સજા ઉંમરકેદમાં બદલાઈ

2002માં ગોધરા સ્ટેશન પર ટ્રેનમાં થયેલ આગચંપી મામલે હાઈકોર્ટ સોમવારે મહત્વનો નિર્ણય ...

news

Gujarati Top 10 News - ટોપ 10 ગુજરાતી સમાચાર

વર્ષ-2002માં ગોધરામાં ટ્રેનના ડબ્બા સળગાવવાના મામલામાં એસઆઇટીની ખાસ અદાલત તરફથી આરોપીઓને ...

news

નવસારી ખાતે ભાજપ પર પ્રહાર કરતાં પૂર્વ વિપક્ષના નેતા નરેશભાઈ રાવલ

ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્યપક્ષો પ્રચાર અર્થે ...