Top 10 Gujarati News - આજના મુખ્ય 10 ગુજરાતી સમાચાર

Last Modified સોમવાર, 16 ઑક્ટોબર 2017 (08:11 IST)
PM મોદી આજે ગુજરાતમાં, ગૌરવ મહાસંમેલનને સંબોધિત કરશે


ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર થયો નથી ત્યારે ભાજપના તમામ ટોચના નેતાઓ સક્રિય થઇ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ ગુજરાત ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી ચુક્યા છે. આના ભાગરુપે જ મોદી આવતીકાલે ફરી એકવાર ગુજરાત પહોંચી રહ્યા છે. મોદી આવતીકાલે ગુજરાત ગૌરવ મહાસંમેલનમાં ઉપસ્થિત લાખો લોકોને સંબોધન કરનાર છે જેમાં કેટલીક મોટી જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા પણ છે.


સોમાલિયા બોમ્બ બ્લાસ્ટમાં મરનારાઓની સંખ્યા 231 સુધી પહોંચી, 275 લોકો ઘાયલ

મોગાદિશૂસોમાલિયાના પાટનગર મોગાદિશુમાં આજે કરવામાં આવેલા પ્રચંડ બ્લાસ્ટમાં મોતનો આંકડો વધીને 231 ઉપર પહોંચી ગયો છે. હજુ પણ અનેક લોકો ઘાયલ છે. સોમાલિયાના પાટનગરમાં સૌથી શક્તિશાળી બ્લાસ્ટ તરીકે આને ગણવામાં આવે છે. વર્ષ 2007માં અહીં ત્રાસવાદી ઘટનાઓની શરૂઆત થયા બાદથી હજુ સુધીના સૌથી મોટા અને વિનાશક હુમલા તરીકે આને ગણવામાં આવે છે. કે-૫ ઇન્ટર સેક્શન પર એક હોટલની બહાર બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.


નિર્દેશક લેખ ટંડનનુ નિધન, શાહરૂખને આપ્યો હતો બ્રેક

દુલ્હન વહી જો પિયા મન ભાયે અને આમ્રપાલી જેવી ફિલ્મોના નિર્દેશક અને અભિનેતા લેખ ટંડનનુ આજે મુંબઈમાં તેમના ઘરે નિધન થયુ. તેઓ 88 વર્ષના હતા.
મળતી માહિતી મુજબ રવિવારે સાંજે સાઢા પાંચ વાગ્યે પવઈ સ્થિત તેમાન ઘરે તેમનુ નિધન થયુ. તેમના અંતિમ સંસ્કાર સોમવારે મુંબઈમાં થશે. પૃથ્વીરાજ કપૂરની પ્રેરણાથી બોલીવુડમાં પગ મુકનારા લેખ ફકીએર ચંદ ટંડને અનેક ફિલ્મો સાથે દિલ દરિયા, ફિર વહી તલાશ અને ફરમાન જેવી ટીવી સીરિયલ્સનું પણ નિર્દેશન કર્યુ. તેમને શાહરૂખ ખાનની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ સ્વદેશ અને પહેલી, આમિર ખાનની રંગ દે બંસતી અને અજય દેવગનની હલ્લા બોલ સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યુ.
બોલીવુડના કિંગ શાહરૂખ ખાનને પણ ટીવી પર ફૌજી સીરિયલ દ્વારા બ્રેક આપવામાં લેખ ટંડનનો હાથ હતો.

કોંગ્રેસ સોશિયલ મીડિયામાં ઝડપથી સક્રિય થઈ રહી છે.

સોશિયલ મિડિયામાં જંગ વધુ તીવ્ર બની રહ્યો છે. હજુ સુધી ભાજપથી ખુબ પાછળ રહી ગયેલી કોંગ્રેસ પાર્ટીએ હવે સોશિયલ મિડિયા ઉપર પોતાની તાકાત વધારવાની શરૂઆત કરી છે. હાલના દિવસોમાં પાર્ટી સોશિયલ મિડિયા પર વધારે સક્રિય દેખાઈ રહી છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના ટ્વિટ અને હેસટેગ લોકપ્રિય થઇ રહ્યા છે. અને ટ્રેન્ડ પણ બની રહ્યા છે. આના કારણે પાર્ટી અને રાહુલ ગાંધીના ફોલોઅર્સ વધી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ફોલોઅર્સની સંખ્યા મે મહિનામાં 20 લાખથી વધીને 27 લાખ થઇ ગઇ છે જ્યારે રાહુલ ગાંધીના ટ્વિટર હેન્ડલ પર સંખ્યા 37 લાખ થઇ છે. આ સંખ્યા ઉપયોગી છે પરંતુ સંખ્યા ભાજપની સરખામણીમાં ખુબ ઓછી છે

એશિયા કપ હોકી ટુર્નામેન્ટ - ભારતે પાકિસ્તાનને 3-1થી પરાજ્ય આપ્યો

ભારતીય મેન્સ હોકી ટીમ રવિવારે એશિયા કપ હોકી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનને 3-1થી કારમી હાર આપી હતી. ભારતની પાકિસ્તાન સામે આ છઠ્ઠી જીત હતી. ભારતીય ટીમ વર્તમાન ટૂર્નામેન્ટમાં વિજયની હેટ્રિક નોંધાવી હતી. ભારતે જાપાનને 5-1થી તથા બાંગ્લાદેશને 7-0થી હરાવ્યું હતું. બીજી તરફ પાકિસ્તાને બાંગ્લાદેશને 7-0થી હરાવ્યા બાદ જાપાન સામે મુકાબલો 2-2થી ડ્રો કર્યો હતો

તેજસ એક્સપ્રેસમાં IRCTCનું ભોજન ખાવાથી 26 મુસાફરોને ફુડ પોઈઝનિંગ

તેજસ એક્સપ્રેસમાં બધી જ VIP સુવિધાઓ અને સારી કેટરિંગ સર્વિસને લઈને કરવામાં આવતા દાવાઓની પોલ ખુલી ગઈ છે. આ પ્રીમિયમ ટ્રેનમાં કેટરિંગ માટે ખાસ મેન્યૂ તૈયાર કરવાનો પ્રચાર કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આ ટ્રેનમાં પણ ભોજનની સ્થિતિ તેવી જ છે જેવી ભારતીય રેલની બીજી ટ્રેનોની છે. રવિવારે ગોવાથી મુંબઈ જઈ રહેલ તેજસ એક્સપ્રેસમાં IRCTCનું ભોજન ખાવાથી ઓછામાં ઓછા 26 મુસાફરો બિમાર થઈ ગયા હતા.


વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને ઝટકો, ગુરદાસપુર લોકસભા બેઠક પર કોંગ્રેસનો વિજય


પંજાબમાં પ્રતિષ્ઠિત ગણાતી ગુરદાસપુર લોકસભા બેઠક પર યોજાયેલી પેટા-ચૂંટણીના આજે જાહેર કરાયેલા પરિણામમાં કોંગ્રેસના ઉમેદવાર સુનીલ જાખડ 1,93,219 મતોથી વિજયી થયા છે. એમણે તેમના નિકટતમ હરીફ, ભાજપના સ્વરણ સલારીયાને પરાજય આપ્યો છે. જાખડને 4,99,72 મત મળ્યા છે જ્યારે સલારીયાને 3,06,533 મત મળ્યા છે.


આ પણ વાંચો :