ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 28 જુલાઈ 2023 (09:31 IST)

Cockroach in food - વંદે ભારત: ખાવા માટે આપવામાં આવેલ પરાઠા, તેમાં કોકરોચ મળ્યુ

Cockroach in food on Vande Bharat Express: મધ્યપ્રદેશમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરને તેના ખોરાકમાં કોકરોચ જોવા મળ્યો. તે રોટલીમાં ચોંટેલો હતો. આઈઆરસીટીસીના કેટરિંગ સ્ટાફ દ્વારા તેમને ભોજન પીરસવામાં આવ્યું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે મુસાફર ભોપાલથી ગ્વાલિયર જઈ રહ્યો હતો.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં એક મુસાફરને પરાઠામાં કોકરોચ મળી આવ્યો છે. ટ્રેનમાં ભોજન IRCTCના કેટરિંગ દ્વારા આપવામાં આવતું હતું. મુસાફરે ટ્વિટર પર રેલવે વિભાગને ટેગ કરીને આની જાણકારી આપી. મુસાફરે ટ્વીટમાં પરાઠાની તસવીરો પણ શેર કરી હતી.
સુબોધે પોતાના ટ્વીટમાં IRCTCને ટેગ કર્યું છે. સુબોધના ટ્વીટની નીચે એક મુસાફરે વીડિયો શેર કર્યો છે. તેઓ પણ એક જ ટ્રેન અને કોચમાં મુસાફરી કરી રહ્યા હતા.