વોટસએપ ભાજપની મહિલા કાર્યકરો માટે મુસીબત રૂપ બન્યું

સોમવાર, 4 સપ્ટેમ્બર 2017 (16:27 IST)

Widgets Magazine
whatsapp


ભાજપના પ્રચાર માટે ખાસુ ઉપયોગી નિવડેલું સોશિયલ મીડિયા હવે ભાજપ માટે જ મુસિબતનું કારણ બન્યું છે. રાજ્યના મોટા શહેરોમાં સોશિયલ મીડિયામાં ભાજપના જ કાર્યકરોએ અભદ્ર કોમેન્ટ, ચિત્રો અપલોડ કરતાં પક્ષને મુસીબતમાં મુકાવાનો વારો આવ્યો છે. ઘણી ભાજપની મહિલા કાર્યકરોએ વોટ્સએપનો ઉપયોગ કરવાનુ જ બંધ કરી દીધુ છે. એક તરફ, ભાજપ સોશિયલ મિડીયા થકી પક્ષનો ભરપૂર પ્રચાર કરવામાં વ્યસ્ત છે. વોટ્સએપ,ફેસબુક,ટ્વિટરના માધ્યમથી કાર્યકરો પક્ષની વાત છેવાડાના માનવી સુધી પહોંચે તેવા પ્રયાસો કરી રહ્યાં છે પણ વોટ્સએપમાં અશ્લિલ ચિત્રો-કોમેન્ટોને લીધે ભાજપની મહિલા કાર્યકરો ક્ષોભમાં મૂકાવવુ પડે તેવી દશા ઉભી થાય છે. અમદાવાદમાં ભાજપ યુવા મોરચાના એક કાર્યકરે આવી જ અશ્લિલ કોમેન્ટ કરતાં ભારે હોબાળો થયો હતો. સુરતમાં એક મ્યુનિ.કોર્પોરેટરે જ આવુ કૃત્ય કર્યુ હતું જેના પગલે હવે એવી સ્થિતી થઇ છેકે, કેટલીંય મહિલા કાર્યકરોએ ભાજપના કાર્યકરોના વોટ્સએપ ગુ્રપમાંથી બાકાત થવાની ફરજ પડી છે.  ખાસ કરીને જીલ્લા-તાલુકા પંચાયત,ગ્રામ પંચાયતના હોદ્દેદારો સહિત કાર્યકરોના ગુ્રપમાં આવા કિસ્સાઓ વધુ બનવા માંડયા છે. સોશિયલ મિડિયા ભાજપ માટે પણ મુસીબતનું કારણ બન્યુ છે. વિધાનસભાની ચૂંટણી ટાણે જ કોઇ વિવાદ સર્જાય નહી તેની તકેદારી રાખવા ભાજપના નેતાઓએ કાર્યકરો,હોદ્દેદારોને શીખ આપવી પડી છે.સોશિયલ મિડિયામાં આ એક નવા દૂષણને લીધે રાજકીય પક્ષો પણ મુશ્કેલી અનુભવી રહ્યાં છે કેમ કે, કાર્યકરો અશ્લિલ હરકત કરે ને, પક્ષને નુકશાની વેઠવી પડે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમદાવાદના રિવરફ્રન્ટ પર રાહુલ ગાંધી, ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું

કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેમનું અમદાવાદ ...

news

નર્મદા યોજનાને સતત રોકવાનું પાપ કોંગ્રેસે કર્યું છે- ભાજપ

ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના રાહુલ ગાંધી માત્ર ને ...

news

અમદાવાદમાં ખાડા વાળા રસ્તે પડી ગયેલા અમદાવાદીને ફ્રેક્ચર, કોર્પોરેશન પાસે દોઢ લાખનું વળતર માંગ્યું.

વરસાદ પછી અમદાવાદના રસ્તા પર ઘાટલોડિયાના એક રહેવાસી સ્કૂટર પરથી પડી જતા તેમણે અમદાવાદ ...

news

ગુજરાત સાથે મારે ખૂબ જુનો સંબંધ હોવાથી અહીં મારૂ બીજુ ઘર છે - રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

રાષ્ટ્ર નિર્માતાની શ્રેણીમાં રાષ્ટ્ર સંતશ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજનું શ્રેષ્ઠ યોગદાન ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine