નર્મદા યોજનાને સતત રોકવાનું પાપ કોંગ્રેસે કર્યું છે- ભાજપ

સોમવાર, 4 સપ્ટેમ્બર 2017 (16:09 IST)

Widgets Magazine

  ભાજપના પ્રદેશ પ્રવક્તા  ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના  રાહુલ ગાંધી માત્ર ને માત્ર ગુજરાત ને અને ગુજરાતીઓને ટાર્ગેટ કરી, જુદી જુદી જાતના તરકટ રચી, નાટક કરી અત્યારે ચૂંટણી ટાણે બદનામ કરવા માટે આવે છે, માટે ગાંધી ને અનુરોધ છે કે ભાજપ સરકાર કે ભાજપ સામે ખોટા અને પાયાવિહોણા આક્ષેપો ના કરે અને શાણા- સમજુ ગુજરાતીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન ન કરે તેમ પંડ્યાએ જણાવ્યું હતું. પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે હંમેશા ગુજરાતને અન્યાય જ કર્યો છે, ભૂતકાળમાં ગુજરાતની તમામ પ્રકારની યોજનાઓ પર કાપ મૂકીને ગુજરાતને મળનારા અધિકારોનું હનન કરવાનું મહાપાપ  કોંગ્રેસે કર્યું હતું. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાને અટકાવવા તેમજ નર્મદા વિરોધી મેઘા પાટકર ટોળકીને ટેકો આપવાનું પાપ કોંગ્રેસે કર્યું હતું,

તે સમયે ગાંધી પરિવાર કે કોંગ્રેસને ગુજરાત યાદ કેમ ના આવ્યું તે ગુજરાતની જનતા શ્રી ગાંધીને પૂછવા માંગે છે. તે સમયે કેમ ગુજરાત અને ગુજરાતીઓની ઉપેક્ષા કરાઈ હતી અને અત્યારે ચૂંટણી ટાણે કેમ આંટા ફેરા કરો છો તે ગુજરાતની જનતા પૂછે છે, તેનો જવાબ રાહુલ ગાંધી આપે. પંડ્યાએ જણાવ્યું હતું કે gst ના સંદર્ભ માં કોંગ્રેસ બે મોઢાની વાત કરે છે, એક તરફ એમ કહે છે કે gst અમે મૂકેલું અને અત્યારે જ્યારે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારે કોંગ્રેસ સહિત તમામ રાજ્ય સરકારો સાથે અને તમામ રાજ્યોના નાણાં મંત્રીઓની gst કાઉન્સીલમાં સર્વ સહમતીથી gst નો નિર્ણય લેવાયો છે ત્યારે હવે gst ને આવકારવાને બદલે તેનો શા  માટે  વિરોધ કરીને વ્યાપારીઓ તેમજ પ્રજાજનોને ગેરમાર્ગે દોરી કેમ ઉશ્કેરે છે તે સમજાતું નથી. કોંગ્રેસ ની માનસિકતા હંમેશા ગુજરાત તેમજ ગુજરાતીઓ વિરોધી જ રહી છે. જવાહર લાલ નહેરુ અને શ્રી ઇન્દિરા ગાંધીને તેમની હયાતીમાં ભારત-રત્ન આપવામાં આવ્યું,  રાજીવ ગાંધીને મત્યુ ના માત્ર ૪૫ દિવસ માં ભારત-રત્ન આપવામાં આવ્યું જ્યારે ગુજરાતના સપૂત લોખંડી પુરુષ  સરદારને કેમ ૪૧ વરસ પછી અને તે પણ અટલ બિહારી બાજપેઈજી ની દરમિયાનગીરી ના કારણે ભારત- રત્ન આપ્યું અને એટલુંજ નહીં પણ આપણા બંધારણના ઘડવૈયા  બાબા સાહેબ ને પણ ભારત-રત્ન આપવામાં વિલંબ કેમ કર્યો તે  ગાંધી ગુજરાતની જનતાને જણાવતા જાયે તેવો અનુરોધ છે તેમ શ્રી પંડ્યાએ જણાવ્યું હતું.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમદાવાદમાં ખાડા વાળા રસ્તે પડી ગયેલા અમદાવાદીને ફ્રેક્ચર, કોર્પોરેશન પાસે દોઢ લાખનું વળતર માંગ્યું.

વરસાદ પછી અમદાવાદના રસ્તા પર ઘાટલોડિયાના એક રહેવાસી સ્કૂટર પરથી પડી જતા તેમણે અમદાવાદ ...

news

ગુજરાત સાથે મારે ખૂબ જુનો સંબંધ હોવાથી અહીં મારૂ બીજુ ઘર છે - રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

રાષ્ટ્ર નિર્માતાની શ્રેણીમાં રાષ્ટ્ર સંતશ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજનું શ્રેષ્ઠ યોગદાન ...

news

બ્લૂ વ્હેલ ચેલેંજ પૂરી કરવા ટ્રેન સામે આવ્યો વિદ્યાર્થી

દુનિયાભરમાં તમામ માસૂમ બાળકોના મોતનુ કારણ બનેલ બ્લૂ વ્હેલ ગેમે મધ્યપ્રદેશના દમોહમાં એક ...

news

કોણ છે નિર્મલા સીતારમણ, જેણે મોદીએ સોંપી દેશની રક્ષા

નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા મંત્રીમંડળ વિસ્તારની સૌથી મોટી ખબર રહેલ દેશના નવા ...

Widgets Magazine