ગુજરાત સાથે મારે ખૂબ જુનો સંબંધ હોવાથી અહીં મારૂ બીજુ ઘર છે - રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

સોમવાર, 4 સપ્ટેમ્બર 2017 (13:23 IST)

Widgets Magazine
kovind


રાષ્ટ્ર નિર્માતાની શ્રેણીમાં રાષ્ટ્ર સંતશ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજનું શ્રેષ્ઠ યોગદાન છે તથા રાષ્ટ્રનો દરેક વ્યક્તિ રાષ્ટ્ર નિર્માણ માટે નિર્માતા બને તેવું રાષ્ટ્રપ રામનાથ કોવિંદજીએ મહેસાણા શહેરમાં સીમંધર સ્વામી જૈન મંદિર ખાતે સંતશ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજના ૮૩મા જન્મ દિન પ્રસંગે યોજાયેલ ગુરૂ આશિષ મહાપર્વ કાર્યક્રમમાં  જણાવ્યું હતું. કોઇપણ વ્યક્તિની પરખ તેના કાર્યથી થાય છે તેવું જણાવી રાષ્ટ્રપતિ  રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજના અનુયાયીઓ થકી સમાજ કલ્યાણના કાર્યો થઇ રહ્યા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ટ્રસ્ટ્રીશીપ વિચારધારા આપણને આપી છે અને તેનું અનુકરણ રાષ્ટ્રસંત પદ્માસાગર સૂરીશ્વરજી મહારાજ કરી રહ્યા છે. ટ્રસ્ટીશીપનું મુલ્ય ચુકવવાનો સમય આવે તો પાછા ન હટવાનું પણ આહવાન કર્યું હતું.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ જણાવ્યું હતું કે, સાથે મારો ખુબ જુનો સબંધ છે. ગુજરાત મારૂ બીજુ ઘર છે. ગુજરાતે દેશને મોરારજી દેસાઇ અને  નરેન્દ્ર મોદી જેવા કર્મનિષ્ઠ વડાપ્રધાન આપ્યા છે. રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે ભારત ભુમિ સંતોની ભુમિ છે. સંતો, મહંતો અને આચાર્યશ્રીઓ આ પરંપરા આગળ વધારી રહ્યા છે. ગૂરૂવરશ્રીએ આપેલ સદાચાર, પરોપકાર અને કરૂણાનો સંદેશો આજે સામાજિક સોહાર્દ બન્યો છે. મહારાજશ્રીએ દુર્લભ પડેલી પાંડુલીપીઓના બે લાખ ગ્રંથો કોબા જ્ઞાન મંદિરમાં સંગ્રહ કરી સંગ્રહસ્થાનનું કાર્ય કર્યું છે તે ઘણું પ્રશંસનીય છે. રાષ્ટ્રસંતશ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજે આશિર્વચન આપતાં જણાવ્યું હતું કે, દેશને સાદગીપૂર્ણ જીવન જીવવા, કર્મનિષ્ઠ, પ્રમાણિક વ્યક્તિ એવા શ્રી રામનાથ કોવિંદજી રાષ્ટ્રપતિ તરીકે મળ્યા છે. વ્યક્તિના ગુણ તેમની સાથે જ રહે છે, તેવું કહી મહારાજશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાચીન ઋષિમુનીઓએ ભારતીય સંસ્કૃતિને ઘણું પ્રદાન કર્યું છે. આ સંસ્કૃતિને નાશ કરવા છેલ્લા ૧૦૦૦ વર્ષથી ઘણી સંસ્કૃતિએ પ્રયત્ન કર્યો છે, તેમ છતાં આજે આપણી સંસ્કૃતિ અવિરત છે.દરેક વ્યક્તિને પોતાની સંસ્કૃતિનું ગૌરવ હોવું જોઇએ તેવું કહી તેમણે દેશનો દરેક નાગરિક ચારિત્ર્ય વાન, નિષ્ઠાવાન, રાષ્ટ્રપ્રેમી, પ્રામાણિક અને વ્યસન મુક્ત બને તેવા આશિર્વાદ પણ આપ્યા હતા. ગુરૂ આશિષ પર્વના કાર્યક્રમમાં સમાજ ઉપયોગી કાર્યો જયપુર ફૂટ વિતરણ, વ્હીલચેર વિતરણ, સિલાઇ મશીન વિતરણ, વિદ્યાર્થી કિટ વિતરણ, નેત્રયજ્ઞ, કેન્સર હોસ્પિટલ સહાયતા અને અનાથ આશ્રમ સહાયતા સહિતના સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. ભારતના સૈનિકો માટે રૂ.૬૩ લાખ આર્મી વેલ્ફેર ફંડમાં શ્રી મનીષભાઇ મહેતા દ્વારા આપવામાં આવ્યા હતા.  કૈલાસ સાગર શ્રુતિ ગ્રંથનું વિમોચન કરાયું હતું. આ ગ્રંથ રાષ્ટ્રપતિશ્રી, રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી તેમજ નાયબ મુખ્યમત્રીશ્રીને અર્પણ કર્યો હતોWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાત જુનો સંબંધ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

બ્લૂ વ્હેલ ચેલેંજ પૂરી કરવા ટ્રેન સામે આવ્યો વિદ્યાર્થી

દુનિયાભરમાં તમામ માસૂમ બાળકોના મોતનુ કારણ બનેલ બ્લૂ વ્હેલ ગેમે મધ્યપ્રદેશના દમોહમાં એક ...

news

કોણ છે નિર્મલા સીતારમણ, જેણે મોદીએ સોંપી દેશની રક્ષા

નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા મંત્રીમંડળ વિસ્તારની સૌથી મોટી ખબર રહેલ દેશના નવા ...

news

પ્રધાનમંત્રી મોદીના કેબિનેટમાં 13 મંત્રીઓએ લીધા શપથ......

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેબિનેટનું આજે વિસ્તરણ થયું. આ લિસ્ટમાં એનડીએના સહયોગી ...

news

મોદી કેબિનેટમાં શામેળ થઈ શકે છે આ 9 ચહેરા

મોદી સરકારના કેબિનેટનું રવિવારે વિસ્તરણ થવાનું છે. આજે સવારે 10.30 કલાકે રાષ્ટ્રપતિભવન ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine