શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ચૈત્ર નવરાત્રી
Written By
Last Updated : બુધવાર, 10 એપ્રિલ 2024 (06:52 IST)

Navratri Day 2- માં દુર્ગાનું બીજુ સ્વરૂપ - નવરાત્રીના બીજા દિવસે કરો માતા બ્રહ્મચારીણીની પૂજા, માતા હારી લેશે બધું કષ્ટ

નવરાત્રી બીજા દિવસે નવદુર્ગાના બીજા રૂપમાં બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. દેવી બ્રહમચારિણીમાં પાર્વતીનું રૂપ છે. તેમણે શિવને પામવા માટે કઠિન તપસ્યા કરી હતી જેના કારણે તેમને  બ્રહ્મચારિણી નામ અપાયું. તેમનું રૂપ ખૂબ મનોહર છે. અને એના ભક્તોની બધી  ઈચ્છાઓ પૂરી કરે છે. માતાને ખાંડના ભોગ લગાવાય છે અને બ્રાહ્મણને પણ દાનમાં ખાંડ અપાય છે.બીજા નોરતામાં માતાજીને ખાંડનો ભોગ લગાવો અને ઘરમાં બધા સભ્યોને આપો. તેનાથી ઉમ્ર વધે છે.

સૌપ્રથમ સ્નાન કરી પૂજાના સ્થાન દેવીને સ્નાન કરાવી ફૂલમાલા ચઢાવો . દેશી ઘી નો  દીપક લગાવો. ધૂપબત્તી પ્રગટાવો અને પ્રસાદમાં મીઠાઈ અર્પણ કરો. જો મિઠાઈ ના હોય તો સાકરના પ્રયોગ કરી શકો છો. ત્યારબાદ માતાના સહસ્ત્રનામના જાપ કરો અને  નીચે લાખેલું મંત્રના 108 વાર જાપ કરો.  

વન્દે વાંછિતલાભાય ચન્દાર્ધકૃતશેખરામ્ | વૃશભારુઢાં શૂલધરાં શૈલપુત્રીં યશસ્વિનીમ્|
 
 માં બ્રહ્મચારિણીએ એક હજાર વર્ષ ફક્ત ફળ-ફૂલ ખાઈને જ વિતાવ્યા હતા. સો વર્ષો સુધી ફક્ત શાકભાજી ખાઈને વિતાવ્યા હતા  કેટલાક દિવસ સુધી કઠણ ઉપવાસ રાખીને ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાનું ભયંકર કષ્ટ સહન કર્યુ. આ કઠણ તપસ્યા પછી ત્રણ હજાર વર્ષો સુધી ફક્ત જમીન પર તૂટીને પડેલાં બિલિપત્રોને ખાઈને ભગવાન શંકરની આરાધના કરી હતી પછી તેમણે આ બિલિપત્રોને પણ ખાવાનું છોડી દીધુ જેને કારણે તેમનુ નામ 'અપર્ણા'  પડ્યું.
 
કેટલાય હજાર વર્ષોની આ કઠણ તપસ્યા ને કારણે બ્રહ્મચારિણી દેવીનું એ પૂર્વ જન્મનું શરીર ક્ષીણ થવા માંડ્યુ. તે ખૂબ જ દૂબળા થઈ ગયા હતા. તેમની આ દશા જોઈને તેમની માતા મેના ખૂબ જ દુ:ખી થઈ ગઈ. તેમણે આ કઠણ તપસ્યાથી દેવીને મુક્ત કરવા માટે ચીસ પાડી ' ઉમા, અરે !, ઓ નહી ' ત્યારથી દેવી બ્રહ્મચારિણીના પૂર્વ જન્મનું એક નામ 'ઉમા' પણ પડ્યુ હતુ.
 
તેમની આ તપસ્યાથી ત્રણે લોકમાં હાહાકાર મચી ગયો. દેવતા, ઋષિ, સિધ્ધગણ, મુનિ બધા બ્રહ્મચારિણી દેવીની આ તપસ્યાને અભૂતપૂર્વનુ પુણ્યકૃત્ય બતાવતા તેમના વખાણ કરવા લાગ્યા.
 
છેવટે પિતામહ બ્રહ્માજીએ આકાશવાણી દ્રારા તેમણે સંબોધિત કરતાં પ્રસન્ન સ્વરોમાં કહ્યું - હે દેવી, આજ સુધી કોઈએ આવી કઠોર તપસ્યા નથી કરી. આવી તપસ્યા તમે જ કરી શકો છો. તમારા આ કામની ચારો લોકમાં પ્રશંસા થઈ રહી છે, તમારી મનોકામના જરૂર પૂરી થશે. ભગવાન ચન્દ્રમૌલિ શિવજી તમને પતિના રૂપમાં જરૂર પ્રાપ્ત થશે. હવે તમે તપસ્યાથી છોડીને ઘર ચાલ્યા જાવ. બહુ જલ્દી જ તમારા પિતા તમને બોલાવવા આવી રહ્યાં છે.
 
માઁ બ્રહ્મચારિણી ભક્તો અને સિધ્ધ પુરૂષોને અનંત ફળ આપવાવાળી છે. તેમની ઉપાસનામાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમની વૃધ્ધિ થાય છે. જીવનના આવતા સંધર્ષો દરમિયાન પણ તેમનુ મન કર્તવ્ય-પથથી વિચલિત નથી થતુ. માઁ ની કૃપાથી તેમને બધી જ સિધ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે.