દેશનુ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી બન્યુ અમદાવાદ, જાણો યૂનેસ્કોએ કેમ કર્યુ યાદીમાં સામેલ

શનિવાર, 2 સપ્ટેમ્બર 2017 (12:12 IST)

Widgets Magazine
kite festival

દેશનુ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી બની ગયુ છે. ગુજરાતની વાણિજ્યિક રાજધાની અમદાવાદને આ ગૌરવ આપવાનુ ઔપચારિક્તા યૂનેસ્કોએ શનિવારે પૂર્ણ કરી.  યુનેસ્કોનાં ડીરેક્ટર જનરલ ઈરીના બોકોવાએ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનું પ્રમાણપત્ર મુખ્યમંત્રી વિજય રૃપાણીને અર્પિત કર્યું છે.
ktie festival

વિશ્વ વિરાસત શહેરની યાદીમાં સ્થાન મેળવવા માટેના યુનેસ્કોના વિવિધ 10 જેટલા માપદંડો પર પાર ઉતરીને અમદાવાદે આ ગૌરવ મેળવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદને મળેલી આવી સ્વીકૃતિ-માન્યતા દેશમાં અર્બન હેરિટેજ કન્ઝર્વેશન મૂવમેન્ટને પ્રોત્સાહિત કરશે. 1411માં અહેમદ શાહે આ શહેર વસાવ્યું ત્યારે જે સ્થાપત્યો કલાગીરી સાથેની ઈમારતો, પોળો, હિન્દુ, જૈન-ઈસ્લામીક સ્થાનકો હતા તેની વિશ્વ પ્રતિષ્ઠા હવે આ હેરિટેજ સિટીથી સ્વીકૃત બની ગઈ છે. એક સમયે પૂર્વનું માન્ચેસ્ટર કાપડ ઉદ્યોગ માટે ગણાતું અમદાવાદ ગાંધી આશ્રમ, સાબરમતી નદી અને સ્વતંત્રતા સંગ્રામમાં અનેરા પ્રદાનથી મશહુર થયું એ જ શહેરે હવે ઈતિહાસ રચી દીધો છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મેયર ગૌતમ શાહ, મ્યુનિ. કમિશનર મુકેશકુમાર વગેરે હાજર રહ્યા હતા.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી યુનેસ્કો મુખ્યમંત્રી વિજય રૃપાણી ડીરેક્ટર જનરલ ઈરીના બોકોવા Ahmedabad World-heritage-city

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Gujarat Election Survey - હાલ ચૂંટણી થાય તો જાણો BJPને 144થી વધુ અને કોગ્રેસને 26-35 સીટો

પાટીદાર આંદોલન અને દલિત ઉત્પીડનની ઘટનાઓની ગુજરાતમાં બીજેપીની પકડ પર અસર નહીં પડે? એબીપી ...

news

ગુજરાતમાં 150 સીટો મેળવવાનો વિશ્વાસ હોય તો ભાજપે કોંગ્રેસનું કેસરિયાકરણ કરવાની જરૂર ખરી?

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. એક બાજુ કેન્દ્રના બંને ગુજરાતી નેતાઓ ગુજરાતની મુલાકાતો ...

news

ગુજરાતની ચૂંટણીઓમાં કોઈ કચાશ ન રાખવા કોંગી હાઈકમાન્ડ કટીબદ્ધ

કોંગ્રેસ હાઈકમાન્ડ ૨૦૧૭ની વિધાનસભામાં અગાઉની કોઈ ભૂલ કે બેદરકારીને દોહરાવવા માંગતી નથી. ...

news

જાપાનના પીએમની હાજરીમાં વડાપ્રધાન મોદી અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે

દેશના સૌ પ્રથમ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનો અમલ હવે ટૂંક સમયમાં થવા થઈ રહ્યો છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine