મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 ફેબ્રુઆરી 2018 (13:25 IST)

અનામત આંદોલન વખતના પોલીસ કેસો પરત નહીં ખેચાતા આંદોલનની ચીમકી

વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ સરકારે એવુ વચન આપ્યુ હતુંકે,અનામત આંદોલન વખતના તમામ પોલીસ કેસો પાછા ખેંચવામાં આવશે. જોકે,ચૂંટણી પૂર્ણ થતાં જ ભાજપે સત્તા તો મેળવી લીધી પણ પાટીદારોને આપેલાં એકેય વચન પૂર્ણ કર્યા નથી. હજુ સુધી પાટીદારો વિરૃધ્ધના ઘણાં કેસો પાછા ખેંચાયા નથી. આ કારણોસર પાટીદારોએ ફરી ભાજપ સરકાર સામે મોરચો માંડવા તૈયારીઓ કરી છે. ૨૬મી સપ્ટેમ્બર,૨૦૧૭ના રોજ સરકાર સાથે યોજાયેલી બેઠકમાં પાટીદારોને એવુ વચન અપાયુ હતું કે,શહીદ પરિવારના સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે,પાટીદારો વિરૃધ્ધ પોલીસ કેસો પાછા ખેંચવામાં આવશે. એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યુ કે,નિર્દોષ પાટીદારો પર ખોટા કેસો કરાયાં છે.હજુયે ઘણાં કેસો પાછા ખેંચાયા નથી.સરકારે વચન તો આપ્યુ પણ પાળ્યુ નથી. આ ઉપરાંત અનામત અંગે સર્વે કરાવવા પણ વાયદો કરવામાં આવ્યો હતો તે પૂર્ણ કરાયો નથી. એસપીજીએ હવે ફરી સરકાર વિરૃધ્ધ રણશિંગુ ફૂંકવા તૈયારીઓ કરી છે. આગામી સપ્તાહમાં પાટીદાર આગેવાનોની એક બેઠક યોજવા આયોજન ઘડાયુ છે જેમા ભાજપ સરકારે પાટીદારોને આપેલાં વચનો કેમ પૂર્ણ કરાયાં નથી તે મુદ્દે ચર્ચા કરાશે.જો સરકાર આ વાયદા પૂર્ણ ન કરે તો પુઃન આંદોલન કરવા રણનિતી ઘડવા નક્કી કરવામાં આવી રહ્યુ છે.