નર્મદા યોજનાના મુદ્દે નરેન્દ્ર મોદી મને ક્યારેય મળ્યા જ નથી: ડૉ. મનમોહનસિંઘ

બુધવાર, 8 નવેમ્બર 2017 (12:34 IST)

Widgets Magazine

manmohan

અમદાવાદ ખાતે વેપારીઓ સાથે વાતચીત કર્યા બાદ કૉંગ્રેસ ભવન ખાતે મનમોહનસિંહે નર્મદા મુદ્દે નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા હતા અને ઘટસ્ફોટ કર્યો હતો કે, હું વડા પ્રધાન હતો ત્યારે નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન તરીકે નર્મદા મુદ્દે મારી સાથે ક્યારેય મુલાકાત કરી નથી. નર્મદા યોજના માટે લોન આપવાની વર્લ્ડ બેંકે ના પાડી દીધી હતી ત્યારે હું નાણાં પ્રધાન હતો. તે સમયે નર્મદા માટે નાણાંની ફાળવણી મારા દ્વારા કરવામાં આવી હતી.

પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહે ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતના લોકો સાથે વર્તમાન આર્થિક પરિસ્થિતિ પર વિચાર વિમર્શ કર્યો હતો. ગુજરાત ચૂંટણી પહેલા તેમણે નૉટબંધી અને જીએસટી માટે વર્તમાન પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે મહાત્મા ગાંધીની યાદ અપાવતા કહ્યું કે, મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, દુનિયામાં જ્યારે પણ તમે ડાઉટમાં હોવ ત્યારે તમારે ગરીબો વિશે વિચારવાનું. હું પીએમને પૂછવા માગું છું કે આટલો મોટો નિર્ણય લેતા પહેલા શું તેમણે ગરીબો વિશે વિચાર્યું હતું? નૉટબંધીને મનમોહનસિંહે બ્લન્ડર ગણાવ્યું જ્યારે બીજી બાજુ મોદી સરકારની પ્રશંસા પણ કરતાં તેમણે કહ્યું હતું કે, મોદી સરકારે જે રીકેપિટલાઈઝેશનનું પગલું લીધું છે તે યોગ્ય છે. આ પગલાંની ઘણી જરૂરિયાત હતુ. ઉલ્લેખનીય છે કે મોદી સરકારે બેંકિંગ સેક્ટરને બુસ્ટ કરવા માટે ૨.૧૧ લાખ કરોડ રૂપિયાના રીકેપિટલાઈઝેશન લોનને મંજૂરી આપી દીધી હતી.
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભાજપ અને કોંગ્રેસની હારજીતમાં જીએસટી મુખ્ય ભુમિકા ભજવશે?

દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) લાગુ થયા બાદ ગુજરાતમાં આ એક મહત્ત્વપૂર્ણ ચૂંટણી ...

news

હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર વચ્ચે OBC અનામત અંગે વિચારભેદ

હાર્દિક પટેલ આજે કોંગ્રેસના નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ કપિલ સિબ્બલને મળીને પાટીદારો ...

news

જુઓ ધારાસભ્યના દિકરાનું કર્તૂત -ચોરીમાં નિર્દોષતા પુરવાર કરવા કર્મચારીઓને ઉકળતા તેલમાં હાથ નંખાવ્યા

સાણંદના પૂર્વ ધારાસભ્ય કરમસીભાઈ પટેલના દીકરાએ પોતાના પેટ્રોલ પંપ પરથી ૬ લાખ રૂપિયાની ચોરી ...

news

શું છે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારની સીટોનો ચિતાર, કોને મળશે સ્થાન કોનું કપાશે પત્તુ

ભાજપના પરંપરાગત ગઢ એવા સવા લાખ પાટીદાર અને પિસ્તાળીસ હજાર ઠાકોર મતદારોની નોંધપાત્ર સંખ્યા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine