1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2017 (12:32 IST)

નડિયાદમાં કૂતરાના ત્રાસથી બચવા રશિયન સાઈન્ટિસ્ટના સમર્થન વાળો નવો આઈડિયા

રખડતાં કુતરાઓના ત્રાસથી બચવા માટે નડિયાદ શહેરના રહીશોએ સોસાયટીમાં તેમજ પોતાના ઘરની આગળ કાચની બોટલમાં ગળી ભેળવીને ભૂરા રંગનું પાણી મુકયું છે. આ બોટલ જોઇને કૂતરાઓ સોસાયટી વિસ્તારમાં ફરકતા જ નથી. આ કિમિયો જોઇને અન્ય સોસાયટીના રહિશોએ પણ પોતાના વિસ્તારમાં આ નુસખો અપનાવ્યો છે. અમિતભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, સોસાયટી વિસ્તારમાં રખડતાં કૂતરાઓનો ત્રાસ ખુબ જ હોય છે. સાથે સાથે સવારના સમયે તેઓ સોસાયટી વિસ્તારમાં ઘર પાસે ગંદકી કરતાં હોય છે. રશિયન સાયન્સટિસ્ટ દ્વારા કરવામાં આવેલ સંશોધનમાં કૂતરો ભૂરો અને પીળો કલર પણ પારખી શકે છે એ વાતને સમર્થન મળ્યુ છે. જે બાબતે નગરપાલીકામાં પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ આ બાબતે કોઇ જ કાર્યવાહી થતી નહતી. જેથી આ સંદર્ભે પ્રાણીઓના એક ડોકટર સમાજિક પ્રસંગે સંપર્કમાં આવ્યા હતા. જેથી તેઓએ પ્લાસ્ટિક અથવા કાચની બોટલમાં ગળીનું પાણી ભરીને સોસાયટીમાં મુકી દેવાની સલાહ આપી હતી. જેથી અમે અમારી માનવ સોસાયટીમાં આ કિમિયાનો અમલ કર્યો હતો. આ પ્રયોગ કરતાં છેલ્લા એક અઠવાડિયાથી કુતરાઓ આવતા નથી. જે જોઇને બાજુની અમેરિકન સોસાયટીમાં પણ આજ રીતે ગળી ભરેલી બોટલ મુકવામાં આવી છે. જે એક સંશોધનનો વિષય કહી શકાય. વેટેનરી ડોક્ટરનું કહેવું છે કે સામાન્ય રીતે શ્વાન કોઇપણ રંગ ઓળખવાની પારખ શકિત ધરાવતા નથી. તેઓને કોઇ પણ કલરનું કનવર્ઝન કાળો અને સફેદમાં કરતો હોય છે. પરંતુ રશિયન સાયન્સટિસ્ટ દ્વારા આ બાબતે સંશોધન થયા છે. જેમાં શ્વાન ભૂરો અને પીળો કલર પણ પારખી શકે છે. પરંતુ હાલ શ્વાન દૂર ભાગી રહ્યાં છે તે કદાચ હંગામી ભય હોઇ શકે. આ એક એનિમલ બિહેવિયર અને સંશોધનનો વિષય છે.