Widgets Magazine
Widgets Magazine

અમદાવાદમાં બુલેટ ટ્રેનના રૂટમાં 30થી વધુ બિલ્ડિંગો તૂટવાની શક્યતા

બુધવાર, 1 નવેમ્બર 2017 (14:12 IST)

Widgets Magazine
shanghai maglev train


અમદાવાદ-મુંબઇ વચ્ચે  દોડનારી બુલેટ  ટ્રેન માટે આગામી સપ્તાહે જમીન સંપાદનની કામગીરી હાથ ધરવામાં આવશે. જેનું જાહેરનામું બહાર પાડવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી માટે દરખાસ્ત મોકલી દેવામાં આવી છે.   પ્રથમ તબક્કામાં અમદાવાદથી વડોદરા સુધીની જમીન સંપાદનની કામગીરી હાથ ધરાશે. જેનાં કારણે અમદાવાદથી સાબરમતી, કાલુપુર, મણિનગર અને વટવાની ૩૦થી વધુ બિલ્ડિંગો તૂટવાની શકયતા છે

. કેન્દ્ર સરકારનાં આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટ માટે બુલેટ ટ્રેનનાં ટ્રેક આડે આવતા અને વડોદરાની કુલ પ૦થી વધુ બિલ્ડિંગો તૂટશે. પૂર્વથી પશ્ચિમ તરફ ટ્રેકની દિશા બદલાતી હોવાથી અમદાવાદનાં ૩૦થી વધુ બિલ્ડિંગો તૂટી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોનાં આધારે મળેલ જાણકારી અનુસાર સૌથી વધુ બિલ્ડિંગ અમદાવાદ અને ત્યાર બાદ વડોદરા નજીક તૂટશે. સામાન્ય સંજોગોમાં કામગીરી દરમ્યાન બનતા પ્રયત્ને રોડ બંધ ન કરવામાં આવે તેવા પ્રયત્નો હાથ ધરાશે. જમીન સંપાદન બાબતે અધિકારીઓને લોકોનાં વિરોધનો સામનો કરવો પડે તેવી ભીતિ સેવાઇ રહી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

હાર્દિક પટેલ પોતાનું પ્રાઈવેટ આંદોલન ચલાવે છે - વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન

બુધવારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને હાર્દિક પટેલ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વિશ્વ ...

news

ગુજરાતીઓનું ભાવતુ ભોજન 'ખિચડી' બનશે હિન્દુસ્તાનનું સુપર ફૂડ

મોરક્કોના જાણીતા ધુમક્કદ ઈબ્ન બતૂતાથી લઈને મુગલ બાદશાહ અકબરને ખિચડીનો સ્વાદ ખૂબ ભાવ્યો ...

news

પાટીદારોને ઓબીસી અનામત આપવા માટે કોંગ્રેસ રાજસ્થાનની ફોર્મ્યુલા અપનાવશે

ગુજરાતમાં હાલમાં અનામત માટે આંદોલન કરી રહેલા પાટીદારોને OBC ક્વોટા આપવા માટે રાજસ્થાનમાં ...

news

ભાજપના પૂર્વમંત્રી હરેન પંડ્યાની પત્ની જાગૃતિ બેન ભાજપ તરફથી ચૂંટણી લડશે?

ભાજપના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાના પત્ની જાગૃતિ પંડયા હવે આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine