ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018 (14:11 IST)

ગાંધીનગરમાં ઘેરાવો કરવા જઈ રહેલા સેંકડો કોંગ્રેસીઓની અટકાયત, પોલીસ સાથે નેતાઓની ઝપાઝપી

ગાંધીનગરમાં ફરી એક વખત કોંગ્રેસે ભાજપ સરકાર સામે મોરચો માંડી દીધો છે. આજથી વિધાનસભાનુ સત્ર શરુ થવાનુ છે ત્યારે ગાંધીનગરમાં મગફળી કાંડ. ખેડૂતાના દેવા માફીના મુદ્દે વિધાનસભાને ઘેરાવો કરવા માટે ભેગા થઈનેઆગળ વધી રહેલા કોંગ્રેસના સેંકડો કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.તેમને ટીંગાટોળી કરીને પોલીસે બસમાં બેસાડ્યા હતા.

કેટલાક ઠેકાણે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા છે.કોંગ્રેસના મહિલા કાર્યકરોએ રસ્તા પર બેસીને સરકાર અને પોલીસનો વિરોધ કર્યો છે. જેમની અટકાયત કરાઈ છે તેમાં કોંગ્રેસના ગુજરાત પ્રમુખ અમિત ચાવડા, ગાંધીનગર કોંગ્રેસ પ્રમુખ, કોંગ્રેસી નેતા અર્જુન મોઢવાડિયા, કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવનો પણ સમાવેશ થાય છે.કોંગ્રેસના નેતા વીરજી ઠુ્મ્મરની પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. એક તબક્કે તેમણે મહિલા PSIને ધક્કો પણ માર્યો હતો. કોંગ્રેસના વિધાનસભાની ઘેરાબંધીના એલાનના પગલે પોલીસે આખા ગાંધીનગરને જાણે પોલીસ છાવણીમાં ફેરવી નાંખ્યુ છે.વિધાનસભાની કિલ્લેબંધી કરીને સાતમાંથી ચાર ગેટ અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ગેટનંબર એક અને ચારમાંથી જ મુલાકાતીઓને પ્રેવશ આપવામાં આવી રહ્યો છે.