શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 2 એપ્રિલ 2018 (15:34 IST)

સૌરાષ્ટ્રમાં સ્થિતિ તંગ, દુકાનોમાં તોડફોડ, વડોદરામા કચરાની લારી ઉંધી વાળી

સુપ્રિમ કોર્ટના ચુકાદાને લઇને આજે ભારત બંધના એલાનમાં સૌરાષ્ટ્રમાં સ્થિત્ તંગ જોવા મળી રહી છે. ઠેર ઠેર દલિતો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે તો દુકાનો બંધ કરાવા નીકળતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં દીપક ચોક, પાનવાડી મેઇન સિટી વિસ્તારમાં દલિતોએ ટાયરો સળગાવી રસ્તાઓ ચક્કાજામ કરી દીધો છે. તો રાજુલામાં ટોળાએ દુકાનોમાં ધસી જઇ તોડફોડ કરી હતી.

રાજકોટમાં પંચનાથ મેઇન રોડ પર આવેલી જીયો ડિઝીટલ દુકાનમાં દલિતોએ તોડફોડ કરી દુકાનના કાચ તોડી નાંખ્યા હતા. તેમજ ક્રિસ્ટલ મોલ પણ બંધ કરાવ્યો હતો.માંગરોળ દલિત સમાજ દ્વારા આજે ભારત બંધ મામલે સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી હતી. શહેરના મોટાભાગની દુકાનો બંધ રહી છે. માંગરોળ-જૂનાગઢ રૂટની એસટી બસને વંથલી નજીક પથ્થરમારો કરતા કાચ તોડી નાંખવામાં આવ્યા છે. જો કે, આ બનાવમાં મુસાફરો સુરક્ષિત છે.