શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 31 ઑક્ટોબર 2019 (16:06 IST)

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે આપ કેટલુ જાણો છો ?

ભારતના લોખંડી પુરૂષ અને પહેલા ઉપ પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની બુધવારે તેમની 143મી જન્મજયંતી છે.  તેમનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ ગુજરાતના ખેડા જીલ્લામાં થયો હતો. તેમણે અંતિમ શ્વાસ 15 ડિસેમ્બર 1950ના મુંબઈમાં લીધો. 
 
ખેડૂત પરિવારમાં જન્મેલા પટેલ પોતાની કુટનીતિક ક્ષમતાઓ માટે પણ યાદ કરવામાં આવે છે. આઝાદ ભારતને એકજૂટ કરવાનો શ્રેય પટેલની રાજકારણીય અને કૂટનીતિક ક્ષમતાને જ આપવામાં આવે છે. 
 
આવો જાણીએ તેમના વિશે કેટલાક રોચક તથ્ય 
 
  22 વર્ષમાં પાસ કરી 10માની પરીક્ષા 
 
- સરદાર પટેલને પોતાની શાળાનો અભ્યાસ પુરો કરવામાં ઘણો સમય લાગ્યો. તેમણે 22 વર્ષની વયમાં 10મા ધોરણની પરીક્ષા પાસ કરી. 
- પરિવારમાં આર્થિક તંગીને કારણે તેમણે કોલેજ જવાને બદલે પુસ્તકો લીધા અને ખુદ જીલ્લાધિકારીની પરીક્ષાની તૈયારી કરવા લાગ્યા. આ પરીક્ષામાં તેમને સૌથી વધુ અંક પ્રાપ્ત કર્યા. 
- 36 વર્ષની વયમાં સરદાર પટેલ વકાલતનો અભ્યાસ કરવા માટે ઈગ્લેંડ ગયા. તેમની પાસે કોલેજ જવાનો અનુભવ ન અહોતો છતા પણ 36 મહિનાના વકાલતના કોર્સને માત્ર 30 મહિનામાં જ પુરો કરી લીધો. 
 
જ્યારે પત્નીના નિધનના સમાચાર મળ્યા.. 
 
-  સરદાર પટેલની પત્ની ઝાવેર બા કેંસરથી પીડિત હતા. તેમને વર્ષ 1909માં મુંબઈના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 
- હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન જ ઝાવેર બા નું નિધન થઈ ગયુ. એ સમયે સરદાર પટેલ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. કોર્ટમાં ચર્ચા ચાલી રહી હતી ત્યારે એક વ્યક્તિએ કાગળમાં લખીને તેમને ઝાવેર બા ના મોતના સમાચાર આપ્યા. 
- પટેલે આ સંદેશ વાંચીને ચૂપચાપ પોતાના કોટના ખિસ્સામાં મુકી દીધો અને કોર્ટમાં ચર્ચા ચાલુ રાખી અને કેસ જીતી ગયા. જ્યારે કોર્ટની કાર્યવાહી સમાપ્ત થઈ ત્યારે તેમણે પત્નીના મોતની સૂચના સૌને આપી. 
 
પાસપોર્ટમાં મોટાભાઈ જેવુ નામ 
 
- વર્ષ 1905માં વલ્લભાઈ પટેલ વકીલનો અભ્યાસ કરવા માટે ઈગ્લેંડ જવા માંગતા હતા. પણ પોસ્ટમેને તેમનો પાસપોર્ટ અને ટિકિટ તેમના ભાઈ વિઠ્ઠલભાઈ પટેલને સોંપી દીધો. 
- બંને ભાઈઓનુ શરૂઆતનુ નામ વી. જે પટેલ હતુ. એવામાં વિઠ્ઠલભાઈએ મોટા હોવાને નાતે એ સમયે ખુદ ઈગ્લેંડ જવાનો નિર્ણય લીધો. 
- વલ્લભભાઈ પટેલે એ સમયે મોટાભાઈને પોતાનો પાસપોર્ટ અને ટિકિટ જ નહી પણ ઈગ્લેંડમાં રહેવા માટ થોડા પૈસા પણ આપ્યા. 
 
સરદાર વલ્લભભાઈ અને સોમનાથ મંદિર 
 
-આઝાદી પહેલા જૂનાગઢ શહેરના નવાબે 1947માં પાકિસ્તાન સાથે જવાનો નિર્ણય કર્યો હતો.  પણ ભારતે તેમનો નિર્ણય સ્વીકાર કરવાની ના પાડીને તેમણે ભારતમાં ભેળવી લીધા. 
- ભારતના તત્કાલીન ઉપ પ્રધાનમંત્રી સરદાર પટેલ 12 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢ પહોંચ્યા. તેમણે ભારતીય સેનાને આ ક્ષેત્રમાં સ્થિરતા કાયમ કરવાનો આદેશ આપ્યો અને સાથે જ સોમનાથ મંદિરના પુનર્નિમાણનો આદેશ આપ્યો. 
- સરદાર પટેલ, કેએમ મુંશી અને કોંગ્રેસના બીજા નેતા આ પ્રસ્તાવ સાથે મહાત્મા ગાંધી પાસે ગયા. 
- એવુ કહેવાય છે કે મહાત્મા ગાંધીએ આ નિર્ણયનું સ્વાગત કર્યુ, પણ સાથે જ એ પણ સલાહ આપી કે નિર્માણના ખર્ચમાં લાગનારો પૈસો સામાન્ય લોકો પાસેથી દાનના રૂપમાં એકત્ર કરવો જોઈએ. સરકારી ખજાનાનો ઉપયોગ ન કરવો જોઈએ.