1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 9 ડિસેમ્બર 2019 (11:58 IST)

આજથી ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર શરુ, કોંગ્રેસ અનેક મુદ્દે સરકારને ઘેરશે, પોલીસ કાફલો તૈનાત

આજથી શરૂ થતાં વિધાનસભા સત્રમાં પરીક્ષાઓમાં ગેરરીતિ, ખેડૂતો અને દુષ્કર્મની ઘટનાઓ સહિતના મુદ્દે વિધાનસભાની અંદર અને બહાર બંને બાજુથી સરકારને ઘેરવાની કોંગ્રેસની રણનીતિ છે. પોલીસ દ્વારા વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ નિષ્ફળ બનાવવા પોલીસ શનિવારથી એલર્ટ મોડ પર આવી ગઈ છે. શહેરમાં આજે વિધાનસભા આસપાસ સહિતના વિસ્તારોમાં 6 એપી, 25 ડીવાયએસપી, 40 પીઆઈ, 125 પીએસઆઈ સહિત 1500 પોલીસ જવાનોનો ચુસ્ત બંદોસ્ત ગોઠવી દેવાયો છે. વિધાનસભા સત્ર અને ઘેરાવના કાર્યક્રમને લઈને જિલ્લા બહારથી પણ પોલીસ બોલાવાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માગ સાથે બેઠેલા ઉમેદવારો સાથે વિધાનસભાનો ઘેરાવો કરશે. બિનસચિવાલયની પરીક્ષા, DPS, છ હજાર સ્કૂલ બંધ કરવા સહિતના મુદ્દે કોંગ્રેસ સરકારને ઘેરશે વિધાનસભાના સત્રની શરૂઆત થાય તે પહેલા જ કોંગ્રેસ સત્રમાં પક્ષના મુખ્ય નેતાઓ સહિત ધારાસભ્યોની ભૂમિકા નક્કી કરવા માટે બેઠક બોલાવી હતી, ભાજપ તરફથી હજુ સુધી ધારાસભ્યોને કોઇ સૂચના આપવામાં આવી નથી. કોંગ્રેસ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રે બેઠક બોલાવી હતી. બેઠકમાં ખેડૂતો, શિક્ષણ, કમોસમી વરસાદ, મોંઘવારી, બેરોજગારી, મહિલા ઉપરના અત્યાચાર સહિતના મુદ્દે સરકારને ઘેરવાનું નક્કી થયું હતું. રાજ્ય સરકાર તરફથી કોંગ્રેસના આક્રમણને ખાળવા માટે ખાસ મંત્રીઓને જવાબદારી અપાઇ છે, ખાસ કરીને નાયબ મુક્યમંત્રી નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મંત્રીઓ કોંગ્રેસના આક્રમણ સામે જવાબ આપવા સજ્જ હોય છે