જાતિના ખોટા પ્રમાણપત્રોથી લેવામાં આવેલી નોકરીઓ રદ થશે - ગણપત વસાવા

ganpat vasava
Last Modified સોમવાર, 12 ફેબ્રુઆરી 2018 (13:05 IST)

સુરત ખાતે વનમંત્રી ગણપત વસાવાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, જાતિના પ્રમાણ પત્ર આપવા બાબતે અને તેના આધારે નોકરી મેળવવાની રજૂઆતો રાજ્ય સરકારને મળી હતી. જેથી એવી ફરિયાદોને આધારે ગુજરાત સરકાર આદિવાસી સમાજ અને દલિત સમાજનું રક્ષણ થાય એ માટે કટિબદ્ધ છે. જાતી પ્રમાણ પત્ર માટે ગુજરાત સરકારે પોતે નિયમ કાઢી પ્રમાણ પત્ર કાઢ્યા છે. જાતિના ખોટા પ્રમાણ પત્રના આધારે કોઈએ સરકારી નોકરી, અનામત અને ચૂંટણી જીતી હશે તો તે રદ્દ થશે.

સર્કિટ હાઉસ ખાતે વન મંત્રી ગણપત વસાવા એ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે, જાતિના ખોટા પ્રમાણ પત્ર આધારે નોકરી મેળવવાની રજૂઆતો રાજ્ય સરકારને મળી હતી. જેથી ગુજરાત સરકારે આદિવાસી સમાજ અને દલિત સમાજનું રક્ષણ કરવા ગુજરાત સરકારે પોતે નિયમ કાઢી પ્રમાણ પત્ર કાઢ્યા છે. આદિવાસી સમાજ, દલિત સમાજને રક્ષણ કરવા માટે સરકારે એક પગલું લીધું છે. અનામત, સરકારી નોકરી અને ચૂંટણીમાં ખોટા જાતીના પ્રમાણપત્ર દ્વારા જીતી હશે તો તે રદ્દ કરવામાં આવશે. રિઝર્વેશનની તમામ જગ્યાઓ પર દરેકે દરેકની તાપસ થશે. જેમાં પ્રમાણ પત્ર લેનાર વચ્ચે મદદ કરનાર અને પ્રમાણ પત્ર બનવનારને પણ સજા થશે.અને 50 હજાર સુધીનો દંડ અને 3 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. ફેબ્રુઆરી 2018માં શરૂ થતા સત્રમાં કાયદો લવાશે.આ પણ વાંચો :