રૂપાણી સરકારનો આ નિર્ણય રાજકોટવાસીઓનો ઉનાળો સુધારી દેશે

શનિવાર, 10 માર્ચ 2018 (13:12 IST)

Widgets Magazine
aaji damરાજકોટ માટે  સરકારે  નર્મદાનું વધારાનું પાણી આપવા માટે નિર્ણય કર્યો છે જેને લઈને હવે આજી ડેમમાં 15 દિવસ સુધીમાં 500 MCFT પાણી ઠાલવાશે. હાલ આજી ડેમમાં માર્ચ મહિના સુધીનું જ પાણી છે ત્યારે નર્મદાનું વધારાનું પાણી મળતા પીવાના પાણીનું સંકટ ટળશે અને પાણીકાપનો બોજ પણ પ્રજા પર નહીં આવે. આ સિવાય કોઇ ટેકનીકલ ક્ષતિઓ નહીં સર્જાય તો 700 એમસીએફટી પાણી 25 દિવસ સુધી ઠલવાશે. તેના લીધે રોજ નવા નીર આજીમાં ઠલવાશે. હાલ માર્ચ મહિના સુધી જ પાણીનો જથ્થો છે.

આ પાણી આવવાથી પીવાના પાણીનું સંકટ ટળે અને પાણીકાપનો બોજ પણ પ્રજા પર નહીં આવે. આજી ડેમની કુલ સપાટી 29 ફૂટ છે. રાજકોટ મહાનગરપાલિકાએ બે મહિના પહેલા 1700 કરોડ લિટર પાણી માગ્યું હતું. સિંચાઇ વિભાગે જો કે 1700ને બદલે 2000 કરોડ લિટર પાણી માગ્યું છે. નર્મદાનીર રાજકોટ સુધી પહોંચે એ દરમિયાન પાઇપમાં ભરાવો તેમજ પહોંચ્યા બાદ સીધુ જમીનમાં ઉતરી જવું એ બધા મુદ્દાને ધ્યાને લઇને મનપાએ માંગેલા પૂરા જથ્થા માટે વધુ પાણી માગવામાં આવ્યું છે. રાજકોટ અને કચ્છના લોકોને પીવાના પાણીની સમસ્યા ન રહે તે માટે નર્મદાના પાણીથી બન્ને ડેમ ભરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું. રાજકોટમાં તો શનિવારે બપોર સુધીમાં જ નર્મદા નીરનું આગમન થઈ જશે જ્યારે કચ્છનો ટપ્પર ડેમ પણ નર્મદાના નીરથી ભરી દેવાશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

આ માતા-પિતા દિવસરાત ઇચ્છે છે પોતાના વ્હાલસોયા દીકરાનું ઈચ્છામૃત્યુ

શુક્રવારે સુપ્રીમ કોર્ટે ઇચ્છા મૃત્યુને શરતોને આધીન માન્યતા આપી એ પછી અમરેલી જીલ્લાના ...

news

સીએમ મોદીએ ઉઠાવેલા મુદ્દા પીએમ મોદીએ ચાર વર્ષમાં પુરાં નથી કર્યાં - પરેશ ધાનાણી

ગુજરાત વિધાનસભાની સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણીએ ગુજરાતને લગતા ...

news

સભાઓમાં ભીડ એકઠી કરવા ભાજપ સરકારે STના ભાડાપેટે રૃા.75.42 કરોડ ખર્ચ્યાં

એક તરફ,છેવાડાના ગામડાં સુધી એસટી બસો પહોંચી ન શકતા મુસાફરોને ખાનગી વાહનોમાં અવરજવર કરવા ...

news

પીએમ મોદીની રંઘોળા પાસે ગોઝારા અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને 2 લાખની સહાય

ગુજરાતમાં ભાવનગર નજીક રંઘોળા પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુઆંક 38 પર પહોંચ્યો ...

Widgets Magazine