મગફળીના મબલખ ઉત્પાદને ભાજપની રૂપાણી સરકારનું ટેન્શન વધાર્યુ

શનિવાર, 6 જાન્યુઆરી 2018 (13:16 IST)

Widgets Magazine

આ વર્ષે ઈન્ડિયન ઓઈલસીડ એન્ડ પ્રોડ્યુસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના અંદાજ મુજબ ગુજરાતના ઈતિહાસમાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન થવા જઈ રહ્યું છે. મગફળીના આ રેકોર્ડ બ્રેક ઉત્પાદનને કારણે વિજય રૂપાણીની સરકાર માટે નવો પડકાર ઊભો થયો છે.ખેડૂતોને ટેકાના ભાવ આપવાની બાબતે પહેલેથી જ રૂપાણી સરકાર ઘેરાવામાં છે. વિધાનસભાની ચૂંટણી સમયે મગફળી અને કપાસના ટેકાના ભાવ મુદ્દે ખેડૂતોએ અવાજ ઊઠાવ્યો હતો. તેમાં મગફળીના રેકોર્ડ બ્રેક પ્રોડક્શનને કારણે રૂપાણી સરકાર માટે વધુ કપરી પરિસ્થિતિ ઊભી થઈ છે.ખેડૂતોની ફરિયાદો દૂર કરવા માટે રાજ્ય સરકારે 6.77 લાખ ટન મગફળી મહત્તમ ટેકાના ભાવે ખરીદી લીધી છે. હવે મગફળીનું ઉત્પાદન વધતા ખેડૂતોને મગફળી ટેકાના ભાવ કરતા ઓછા ભાવે   વેચવાની ફરજ પડી રહી છે. આ ક્ષેત્રના જાણકારોના જણાવ્યા પ્રમાણે મગફળીની બજાર કિંમત પર હજુ દબાણ વધી શકે છે કારણ કે સરકાર માત્ર સારી ગુણવત્તા વાળી મગફળી જ ખરીદી રહી છે. બીજી બાજુ  મગફળી તેલના ઉત્પાદકો અને નિકાસકારો મગફળી ખરીદવામા સાવચેતી વર્તી રહ્યા છે. તેઓ નફા માટે 20 કિલો મગફળીની 800 રૂપિયા કિંમતનો અંદાજ મેળવી રહ્યા છે. જ્યારે સરકાર 20 કિલો માટે 900 રૂપિયા ટેકાના ભાવ આપી રહી છે.વર્ષ 2017-18માં થયેલુ મગફળીનું ઉત્પાદન 2016-17માં થયેલા ઉત્પાદન કરતા 2.5 લાખ મેટ્રિક ટન વધારે છે.  સરકાર 20 કિલો મગફળીના 900 રૂપિયા ભાવ આપી રહી છે આથી હમણા હમણાથી ખેડૂતો ઓછા ભાવે મંડીમાં મગફળી વેચવા આવી રહ્યા છે. જો કે તેમને પેમેન્ટમાં મોડુ થતુ હોવાથી ખેડૂતોને તેમનો પાક વધુ નીચી કિંમતે વેચવાની ફરજ પડે છે. APMC રાજકોટમાં શુક્રવારે મગફળીનો ભાવ રૂ. 650થી 850 જેટલો હતો જે ટેકાના ભાવ કરતા ઘણો નીચો છે.  અત્યારે વેપારીઓ ટેકાના એટલે કે 20 કિલોના 900 રૂપિયાના ભાવે મગફળી ખરીદવા તૈયાર નથી. આ વખતે મગફળીની ગુણવત્તા પણ કથળી છે. સરકાર માત્ર સારી ગુણવત્તાની જ મગફળી ખરીદી રહી છે. આનું કારણ એ છે કે પાકની ટેકાના ભાવે ખરીદી માટે કેટલાંક નિયમો બનાવવામાં આવ્યા છે. આથી આ નિયમોમાં બંધ બેસે તેવો જ પાક ખરીદી શકે છે.  વિપુલ ઉત્પાદનને બદલે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં કેટલીક નાણાંકીય અડચણો આવી હતી.નવી સરકારે આ મુદ્દાને ઘણી ગંભીરતાથી લીધો છે. પ્રથમ કેબિનેટ મીટીંગમાં પણ મગફળી ટેકાના ભાવે ખરીદવા અંગે નિર્ણય લેવાયો હતો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મગફળી ભાજપની રૂપાણી રૂપાણી સરકારનું ટેન્શન ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં અત્યારથી લોકસભા ચૂંટણીના સરવે શરૂ થઈ ગયાં

લોકસભાની ચૂંટણી આડે સવા વર્ષ બાકી રહ્યું છે ત્યારે ભાજપે ગુજરાતમાં અત્યારથી જ ચૂંટણીની ...

news

ભાજપમાં ચાલતાં આંતરિક ડખાઓને કારણે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવા એંધાણ

રાજ્યમાં ભાજપ સરકાર બન્યા બાદ ધીમે એક પછી એક ધારાસભ્યો મંત્રીપદ માટે રીસાતા છેવટે નજીકના ...

news

ગુજરાતના આ ગામમાં 25 વર્ષ સુધી લાઈટનું બીલ નહીં આવે જાણો કેમ

ગુજરાતના સૌરાષ્ટ્રમાં ગીર પંથકનું રસુલપુરા ગામ સોલાર વિલેજ બન્યું છે. આ ગામમાં એવી સોલાર ...

news

અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટરે આત્મહત્યાનો કર્યો પ્રયાસ,

અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજના એક રેસિડેન્ટ ડોક્ટરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine