Widgets Magazine
Widgets Magazine

કર્ણાટકમાં લોકશાહીની હત્યા થઈ - કોંગ્રેસ પ્રમુખ ચાવડા

ગુરુવાર, 17 મે 2018 (15:11 IST)

Widgets Magazine
gujarat congress


ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા આજે વલસાડની મુલાકાતે હતા. પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ અમિત ચાવડા પ્રથમ વખત વલસાડ જિલ્લાની મુલાકાતે આવેલા ચાવડાએ કર્ણાટકમાં ચાલેલા હાઈપ્રોફાઈલ ડ્રામા પર પોતાનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કર્ણાટકમાં બેઠેલાં ગુજરાતી રાજ્યપાલ પર અમને પણ ગર્વ હતો જો કે, તેમણે સંવિધાનને નજરઅંદાજ કરીને જે નિર્યણ લીધો છે તે લોકશાહીની હત્યા બરાબર છે. અમિત ચાવડા વલસાડ જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠકમાં હાજરી આપી હતી. આ પ્રસંગે અમિત ચાવડાએ કર્ણાટકમાં સર્જાયેલી રાજકીય પરિસ્થિતિ પર પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

અમિત ચાવડાએ કર્ણાટકમાં સર્જાયેલી પરિસ્થિતિને લઇ ભાજપ સહિત કર્ણાટકના ગુજરાતી રાજ્યપાલ વજુભાઈ વાળાને પણ આડે હાથ લીધા હતા. અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે,કર્ણાટકની જનતાએ સૌથી વધુ વોટશેર કોંગ્રેસ અને તેના સાથી પક્ષને આપ્યો હતો. પરંતુ ભાજપે લોકશાહીનું ખૂન કર્યું છે.વધુમાં તેઓએ ગાંધી અને સરદારની ભૂમીથી ગયેલા કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઈ વાળા પર પણ ભાજપના કાર્યકર્તાઓની જેમ વર્ત્યા હોવાનો અમિતચાવડા આક્ષેપ કર્યો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મુંબઈ એટીએસએ ત્રાસવાદી પ્રવૃત્તિમાં જોડાયેલા ગાંધીધામના શખ્સને ઉઠાવ્યો?

મુંબઈની એટીએસની ટીમ ગાંધીધામથી ત્રાસવાદી ગતિવીધી સાથે જોડાયેલા અલ્લારખા ખાનને ઈનપુટના ...

news

સુરતમાં 11 વર્ષના બાળકનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત નિપજ્યું

સુરતમા ભટાર ખાતે કાપડિયા હેલ્થ ક્લબના સ્વિમિંગ પૂલમાં 8 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત ...

news

ગાંધીનગર સિવિલમાં પાયલોટ પ્રોજેક્ટ શરૃ, વૃધ્ધોને સરકાર હવે ઘરે બેઠા તબીબી સારવાર આપશે

ગુજરાતમાં એકાકી જીવન જીવતાં વયસ્કો-વૃધ્ધાને પણ ઘરે બેઠા તબીબી સારવાર મળે તે માટે સરકારે ...

news

વધારે જમીન સંપાદિત ના થાય તે માટે બુલેટ ટ્રેનના સ્ટેશનો જે તે શહેરથી દૂર અને હાઈવેથી નજીકમાં બનશે

શહેરી વિસ્તારમાં રેલવે સ્ટેશનની આસપાસ તોડફોડ થાય નહી અને જમીન સંપાદનની ખાસ વધુ જરૃરીયાત ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine