ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગર. , શનિવાર, 17 ફેબ્રુઆરી 2018 (16:45 IST)

ભાનુભાઈના મોતથી ભડક્યા દલિત, લાશ લેવાનો કર્યો ઈંકાર, હાઈવે પર ચક્કાજામ

દલિતોને સરકાર તરફથી આપવામાં આવેલ જમીનના કબજાની માંગને લઈને આત્મદાહ કરનારા દલિત સામાજીક કાર્યકર્તા ભાનુભાઈ વણકરનું મોડી રાત્રે મોત થતા ભડકેલા સમાજે રાજ્યમાં અનેક સ્થાન પર પ્રદર્શન કર્યુ. હાઈવે પર જુદા જુદા સ્થાન પર ચક્કાજામ કરી દીધો.  નેતા વિપક્ષ પરેશ ધાનાની, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરે સરકારને દલિત વિરોધી બતાવતા આડે હાથે લીધા તો બીજી બાજુ પીડિત પરિવારે ન્યાય ન મળવા સુધી તેમનુ શબ લેવાની ના પાડી દીધી. 
 
અત્ર એ ઉલ્લેખનીય છે કે  જમીન વિવાદને લઇને પાટણ કલેક્ટર કચેરી સામે આત્મવિલોપન કરનારા ભાનુભાઈ વણકરનું અમદાવાદની એપોલો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.
 
ઘટનાને પગલે અલગ અલગ સંગઠનોએ આજે ઉંઝા, પાટણ અને શંખેશ્નર બંધનું એલાન આપ્યું હતું. કાયદો વ્યવસ્થા ન કથળે તે માટે પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બે દિવસ પહેલા ભાનુભાઈ વણકરે પાટણ કલેક્ટર કચેરી બહાર કેરોસીન છાંટી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેમને સારવાર માટે મહેસાણા અને અમદાવાદ સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં અમદાવાદમાં એપોલો હૉસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.