ધ વિકેટ ગેટ’ બારણાંની અંદરનું એક બારણું જે અંદર ખૂલે છે.

શનિવાર, 7 ઑક્ટોબર 2017 (10:49 IST)

Widgets Magazine
the wicket gate


આજનો યુવાન દુનિયામાં અનેક સવાલો લઈને ઉભો છે. તેની સામે અનેક પ્રકારના પડકારો છે. સામાજિક,આર્થિક, પારિવારિક જેવા અનેક પ્રશ્નો તેને આજે ગૂંચવી રહ્યાં છે. ત્યારે એક વાત ચોક્કસ મગજમાં આવે છે કે દરેક સમસ્યાનું નિવારણ ભગવદ ગીતામાં છે. માણસ આજે ગીતા વાંચવા જેટલો સમયતો ધરાવતો નથી કારણ કે તેની પાસે રોજ સવારથી રાત સુધી અનેક પ્રકારની વીડંબણાઓ છે. ત્યારે લેખક ગૌરાંગ રાવલે એક પુસ્તક લખ્યું છે. ‘ધ વિકેટ ગેટ’ બારણાની અંદરનું બારણું જે અંદર ખૂલે છે. આ પુસ્તકનું વિમોચન સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદના ડો. વિનાયક જાદવના હસ્તે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે 6 ઓક્ટોબર શુક્રવારે કરવામાં આવ્યું હતું.
the wicket gate

પુસ્તકના લેખક ગૌરાંદ રાવલ વિશે વાત કરીએ તો કોમ્યુનિટી કન્ફિલફ્ટ ટ્રાન્સફોર્મેશન વર્કમાં ઊંડો રસ ધરાવતા પોલિટિકલ સાયંસ સ્નાતક છે. તેઓ 12 વર્ષથી વધુ સમયથી યુથ ડેવલોપમેન્ટ, પીસ પ્રમોશન અને કન્ફિલક્ટ ટ્રાન્સફોર્મેશન ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે.તેઓ દર વર્ષે સેંકડો યુવાનોને માર્ગદર્શન આપતા હોય છે. અને સર્જનાત્મક માધ્યમોના ઉપયોગ દ્વારા તેમને સ્વ પરિવર્તનની યાત્રા સુધી લઈ જાય છે. 
the wicket gate

હવે પુસ્તકમાં શું ખાસ છે તેની વાત કરીએ તો માનવીનું મગજ અને હાર્ટ તેની તમામ મુશ્કેલીઓમાંથી બહાર નિકળવાના રસ્તા સારી પેઠે જાણે છે. આજના યુવાનો પોતાની તકલીફોના જવાબો શોધવા બહારની દુનિયામાં ફાંફાં મારે છે. ત્યારે ગૌરાંગ ભાઈ તેમને પોતાની તરફ ધ્યાન કેન્દ્રીત કરાવે છે. તેઓ આ પ્રક્રિયામાં તેના પોતાના જવાબો માત્ર શોધતા નથી પણ તેમના રહસ્યો પણ વિશ્વભરમાં લોકોને સારી રીતે સમજવામાં મદદરૂપ કરે છે. શૂન્યાવકાશમાં કોઈપણ વ્યક્તિનું અસ્તિત્વ શક્ય નથી. તેથી ગૌરાંગભાઈએ લખેલું ઘ વિકેટ ગેટ પુસ્તક મેટામોર્ફિક સોસાયટી અને પોતાની જાત વચ્ચે રહેલાં લાંબા અંતર વચ્ચે એક પુલ બનાવવાનો પ્રયત્ન કરે છે. 

તેમના વિચારો દ્વારા આ લેખન સંગ્રહ દરેક વાચકને રોજિંદા જીવનમાં ઉદ્ભવતા પ્રશ્નો અને સમસ્યાઓ સામે ઉભા રહેવાની હિંમત આપે છે. જે પ્રશ્નો વણઉકેલ્યા રહી જાય છે. તે એક પ્રશ્ન વ્યક્તિની ઓળખાણને પ્રશ્નરૂપ બનાવી દે છે. આ પુસ્તક હંમેશા સોલ્યુશન આપે એવું નથી પણ તે સંતોષ આપે છે. તે માનવીને તેના પ્રશ્નોના ઉકેલ માટે પોતાનામાં વિશ્વાસ કરવાની તાકાત આપે છે. ગૌરાંગ રાવલ લોકોના જીવનમાં આરામની અનૂભૂતિ કરાવવાનું એક સાહસ ખેડી ચૂક્યાં છે. 

‘ ધ વિકેટ ગેટ’ પુસ્તક એ ગૌરાંગભાઈના છેલ્લા એક દાયકાના અનુભવનો નિચોડ છે. તેઓ હંમેશાથી યુવાનો સાથે સીધા સંપર્કમાં રહ્યાં છે. આ પુસ્તક તેમના પોતાના અનુભવો તેમજ તેમને પૂછવામાં આવેલા તથા તેમની સામે ઉદ્ભવેલા સવાલો અને સમસ્યાઓ પર આધારિત છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Photos - ૭-૮ ઓકટોબર દરમિયાન વડનગર મોદીના સ્વાગત માટે તૈયાર છે... જુઓ ફોટા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭ અને ૮ ઓકટોબર દરમિયાન ગુજરાત રાજ્યની બે દિવસીય મુલાકાતે પધારી ...

news

કોંગ્રેસે ફાઈનલ કર્યા 72 ઉમેદવારો, ક્યારે થશે સત્તાવાર જાહેરાત ?

વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસે કવાયત શરૂ કરી છે. કેન્દ્રીય સ્ક્રિનિંગ કમિટિએ ...

news

સુષમા સ્વરાજ 14મીએ ગુજરાત પધારશે. મહિલા ટાઉન હોલ યોજાશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ભાજપ હવે વિકાસના ...

news

Video - સ્લિમ ફિગરના ચક્કરમાં આ યુવતી બની ગઈ હાંડપિંજર - dieting side effects

આજે અમે તમને બતાવી રહ્યા છે કે જેમને પાતળા થવાનુ ઘેલુ લાગ્યુ હોય અને તેના ચક્કરમાં ખાવાનુ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine