સુરતમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં કરણી સેનાના કાર્યકરો ઉતર્યા ધરણા પર

ગુરુવાર, 25 જાન્યુઆરી 2018 (10:16 IST)

Widgets Magazine
film padmavat


ફિલ્મ પદ્માવતને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. ત્યારે સુરતમાં કરણી સેના દ્વારા શાંતિપૂર્વક ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામની બાજુમાં આવેલા હેન્ડલૂમ હાઉસ નજીક કરણીસેનાના કાર્યકરો ઉપવાસ પર ઉતર્યાં છે. અને ફિલ્મ ન જોવા જવા લોકોને અપીલ કરી રહ્યાં છે. અઠવાગેટ પર કરણી સેના દ્વારા શાંતિપૂર્વક ફિલ્મનો વિરોધ કરવા માટે છ દિવસના ધરણાં પ્રદર્શન કરવાનો કાર્યક્રમ બનાવાયો છે.
film padmavat

જેમાં આજથી 10 કાર્યકરો ઉપવાસ પર બેઠા છે. જ્યારે અંદાજેથી 100થી વધુ કાર્યકરો તેમની સાથે ધરણાંમાં જોડાયા છે. કરણી સેનાના જિલ્લાના ઉપપ્રમુખ કિશનસિંહે જણાવ્યું હતું કે, ફિલ્મ પદ્માવતને લઈને તેઓ શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યાં છે. સાથે જ તેઓ અન્ય લોકો અને સંગઠનોને અપીલ કરી રહ્યાં છે કે, તેઓ હીંસા ન કરે માત્ર લોકોને સમજાવે અને ફિલ્મ ન જોવા અપીલ કરશે. આગામી છ દિવસ એટલે 30મી જાન્યુઆરી સુધી તેઓ ધરણાં કરશે.
 

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જે ફિલ્મ પદ્માવતનો વિરોધ થઈ રહ્યો છે એ ફિલ્મમા એવુ તો શુ છે જુઓ વીડિયો

સંજય લીલા ભણસાલી નિર્મિત ‘પદ્માવતી’ અલાઉદ્દીન ખિલજી સાથે મહારાજા રતનસિંહ અને રાણી ...

news

પદ્મવાતના વિરોધમાં આજે ભારત બંધ, ગુજરાતમાં પદ્માવત ફિલ્મ નહીં દર્શાવાય - મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

અમદાવાદમા ગત રાત્રીએ ફિલ્મ પદ્માવતની રિલીઝ પરના વિવાદને પગલે અસામાજિક તત્વોએ મચાવેલી ...

news

ગુજરાતમાં પદમાવત ફિલ્મનો વિરોધ, અમદાવાદમાં આરએએફની ફ્લેગ માર્ચ

પદ્માવત ફિલ્મની રિલીઝના વિરોધમાં રાજપૂત સમાજે ઈસ્કોનથી યોજેલી કેન્ડલ માર્ચમાંથી તોફાન, ...

news

રાજકોટમાં પદમાવત ફિલ્મ મુદ્દે રાજપૂત મહિલાઓ વિફરી, વેલણ મુકી તલવાર ખેંચતા વાર નહીં લાગે

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતનો વિવાદ દિવસે-દિવસે આગળ વધી રહ્યો છે. ફિલ્મના વિરોધમાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine