આગામી માર્ચથી ગુજરાતમાં કાર સાથે દરિયાઈ મુસાફરી કરી શકાશે

બુધવાર, 31 જાન્યુઆરી 2018 (14:26 IST)

Widgets Magazine

ગુજરાતના દરિયા કિનારે બહુ જલદી એક જહાજ આવી રહ્યુ છે જેમાં તમે તમારી કાર અથવા ટ્રક સાથે મુસાફરી કરી શકશો. આ સેવા માર્ચ મહિનાથી ધોધા-દહેજ વચ્ચે શરૂ થઈ રહી છે. હાલમાં જે રો રો ફેરી સર્વિસ ચાલે છે તેમા માત્ર માણસો જ મુસાફરી કરી શકે છે. પરંતુ માર્ચ મહિનામાં આવી રહેલા આ રોપેક્ષ વેસલમાં મુસાફરી કરનાર પોતાની કાર અથવા ટ્રક અથવા બસ સાથે આ જહાજમાં મુસાફરી કરી શકશે. આ વિશાળ જહાજમાં 70 ટ્રક અને 500 મુસાફરો એક સાથે પ્રવાસ કરી શકશે. રોપેક્ષ વેસલની બીજી અનેક વિશેષતાઓ પણ છે જેમાં આ આખુ વેસલ એરકંડીશન રહેશે જેમાં ધીમા મધુર સંગીતની સાથે વિશાળ ટીવી સ્ક્રીન પણ રહેશે અને એક સુંદર રેસ્ટોરન્ટની  પણ વ્યવસ્થા છે. ભાવનગર દહેજ વચ્ચેનું રસ્તા માર્ગેનું અંતર 12 કલાકનું છે. જ્યારે આ વેસલ દ્વારા માત્ર એક કલાકમાં દહેજ પહોંચી શકાશે જેના કારણે કોઈ પોતાની કાર સાથે દહેજ આવે જો ત્યાંથી તે માત્ર એક કલાકમાં સુરત પણ પહોંચી શકશે. પહેલા તબક્કે ધોધા-દહેજ વચ્ચે આ સેવા શરૂ થશે. બીજા તબ્બકામાં દહેજ અને હજીરા સુધીની સેવા લંબાવવામાં આવશે. આ જહાજને ગુજરાત લાવવાની અને આ સેવા શરૂ કરવા માટે હવે માત્ર ગુજરાત મેરીટીઈમ બોર્ડની મંજુરી રાહ જોવામાં આવી રહી છે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Gujrati Gujrat Samachar Local News Live Gujarati News Gujarat News Samachar

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સરકાર રીઝર્વેશન એક્ટની માંગણી સ્વીકારે - જિજ્ઞેશ મેવાણી

વડોદરાના દલિત સમાજ દ્વારા આયોજીત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આવેલા વડગામના ધારાસભ્ય ...

news

શાળાઓમાં ગુજરાતીને ફરજીયાત વિષય બનાવવા સરકાર કમરકસી રહી છે

ગુજરાતની રૂપાણી સરકાર તમામ શાળાઓમાં ગુજરાતી ભાષાના અભ્યાસને ફરજીયાત બનાવી રહી હોવાનુ ...

news

ભાજપ તેના પ્લાનિંગમાં નિષ્ફળ નિવડતાં નર્મદા મુદ્દે આંદોલન થશે - ભરત સોલંકી

રૈયા રોડ પર પ્રમુખ સ્વામી હોલમાં કોંગ્રેસ દ્વારા આજે સૌરાષ્ટ્ર ઝોનની ચૂંટણીનો તખતો ઘડવા ...

news

Big Breaking News - ઉત્તર ભારતમાં ભૂકંપ.. લોકો ઘરની બહાર દોડી આવ્યા

દિલ્હી અને જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હળવા ભૂકંપના ઝટકા લાગ્યા છે - ભૂકંપનુ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine