પ્રવીણ તોગડિયાએ ક્રાઇમ બ્રાન્ચને નોટિસ ફટકારી

Last Modified શનિવાર, 3 ફેબ્રુઆરી 2018 (11:55 IST)
વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી)ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશ્નર જે.કે. ભટ્ટ સામે ફરી એકવાર બાંયો ચઢાવી છે. હવે પ્રવીણ તોગડીયાએ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશ્નર અને સરદાર નગર પોલીસસ્ટેશનને નોટિસ આપી છે અને તેમાં એવો આક્ષેપ કર્યો છે કે ૧૫ પોલીસ ઓફિસરો દ્વારા કોઇપણ કારણ વિના ઘનશ્યામ પટેલની મધ્યરાત્રિએ પૂછપર કરવામાં આવી હતી અને હથિયાર બતાવીને બળજબરીથી તેમની પાસેથી નિવેદન લઇ લેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગત મહિને પ્રવીણ તોગડીયાના એન્કાઉન્ટર થવાના ભયથી બિમારીનું તરકટ રચીવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેઇલ્સને આધારે સમગ્ર નાટકનો પર્દાફાશ કર્યો હતો. આ મામલે તોગડીયાને પોતાના ઘરે રાખનાનાર ઘનશ્યામ પટેલની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસમાં પ્રવીણ તોગડીયા દ્વારા હવે એવી નોટિસ પાઠવવામાં આવી છે કે, '૧૬ જાન્યુઆરીના સવારે ૪:૩૦ સુધી ઘનશ્યામ પટેલની જબરદસ્તીથી પૂછપરછ કરવામાં આવી હતી અને ઇચ્છા વિરુદ્ધનું નિવેદન લેવામાં આવ્યું હતું. ષડયંત્રના ભાગરૃપે પોલીસ કર્મીઓ ઘનશ્યામ પટેલના પાડોશીઓના નિવેદન લઇને તેમને પણ પરેશાન કરી રહ્યા છે. આ બાબત દર્શાવે છે કે ગુજરાત પોલીસના વિવિધ અધિકારીઓ કોઇના ઇશારે કાર્યવાહી કરી રહ્યા છે. ૧પ જાન્યુઆરી મધ્ય રાત્રિથી ૧૬ જાન્યુઆરી સવારે ૪:૩૦ સુધી ક્રાઇમ બ્રાન્ચ ગાયકવાડ હવેલીમાં કયા ઓફિસરની ડયુટી હતી અને ઘનશ્યામ પટેલની કયા પોલીસ અધિકારી દ્વારા પૂછપરછ કરવામાં આવી તેની વિગતો જારી કરવામાં આવે. આ ઉપરાંત ઘનશ્યામભાઇ સીસીટીવીમાં દેખાતા હોય તેવા આપની કચેરીના ફૂટેજની સીડી પણ અમને આપવામાં આવે તેવી માગ છે.


આ પણ વાંચો :