ગુજરાતી ભાષા ન આવડતી હોય, તેવા ગુજરાતી બાળકોની સંખ્યામાં વધારો, વૈશ્વિક ભાષામાં ગુજરાતીનો ક્રમ ૨૬મો

શનિવાર, 3 ફેબ્રુઆરી 2018 (11:52 IST)

Widgets Magazine
gujarati

 અંગ્રેજી તરફની આંધળી દોટ વચ્ચે આજે મૂળ ગુજરાતી ભાષા મરી રહી છે. તેનો સૌથી મોટો અને જીવતો જાગતો પુરાવો અંગ્રેજી માધ્યમની વધી રહેલી શાળાઓ છે. એકલા અમદાવાદ શહેરમાં નજર કરવામાં આવે તો એક દશકામાં અંગ્રેજી માધ્યમની શાળામાં દશ ગણો વધારો થઇ ગયો છે. શિક્ષણ વિભાગના સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર અમદાવાદ શહેર અને તેમાં નવા ભળેલા પરા વિસ્તારોમાં કુલ મળીને ત્રણેક હજાર જેટલી પ્રાથમિક શાળા છે. જેમાં ૧૭૨૧ જેટલી ખાનગી શાળાઓનો સમાવેશ છે. આ ખાનગી શાળા પૈકી અંગ્રેજી માધ્યમની શાળા ૬૦૦ થી વધારે છે! પાયામાં જ અંગ્રેજીનું શિક્ષણ આ૫તી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને આજે પુરતું ગુજરાતી બોલતા કે લખતા નથી આવડતું ! શિક્ષણ વિભાગના અધિકારીઓ કહે છે કે, આજથી એક દશકા ૫હેલા શહેરમાં હાલ છે તેનાથી માંડ દશમા ભાગની અંગ્રેજી માધ્યમની શાળાઓ ૫ણ નહી હોય! એટલે કે ૬૦-૬૫ જેટલી અંગ્રેજી માધ્યમની શાળાઓ કાર્યરત હતી. આજે કુલ કાર્યરત ખાનગી શાળામાંથી ૩૫ ટકા શાળા અંગ્રેજી માધ્યમમાં ચાલે છે! એક દશકામાં આ સંખ્યા વધીને ૫૫થી ૬૦ ટકા સુધી થઇ જશે. વૈશ્વિક પ્રવાહમાં જોડાઇ રહેવા માટે થુ્ર-આઉટ અંગ્રેજી બોલતા આવડે તે જરૃરી છે. ૫રંતુ અંગ્રેજીની આ ઘેલછા પાછળ આજે ગુજરાતી ભાષા ઉ૫ર ગંભીર જોખમ સર્જાયું છે. આજે 'ગુજરાતી' ભાષા આવડતી ન હોય તેવા ગુજરાતી બાળકોની સંખ્યા વધી રહી છે. આજના લોકસાહિત્યકારો કાર્યક્રમોમાં કહેતા સંભળાય છે કે અંગ્રેજી ભાષા ૫ત્ની જેવી છે, જ્યારે ગુજરાતી ભાષા 'મા' છે. ગુજરાતી ભાષામાં ભાવ છે. આ ભાષાના શબ્દો લાગણી પેદા કરી શકે છે. ૫રંતુ કમનસીબે સાત દશકા અગાઉ અંગ્રેજોની ગુલામીમાંથી છૂટેલા વાલીઓ આજે અંગ્રેજીની બેડીમાં બંધાઇ રહ્યા છે. અલબત, સરકારી શાળાઓમાં ગુજરાતી ભાષા અને માધ્યમ હજુ જીવંત છે. કારણ કે અમદાવાદની ૧૨૮૦ જેટલી સરકારી કે અનુદાનીત શાળામાંથી ફક્ત ૧૨ કે ૧૫ જેટલી શાળા જ અંગ્રેજી માધ્યમમાં ચાલે છે. ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટેની વાતો તો બહુ થાય છે, ૫રંતુ આ દિશામાં કોઇ નક્કર પ્રયાસો નહીં કરાય તો મુળ ગુજરાતી ક્યારે નષ્ટ થઇ જશે? તેનો ખ્યાલ સુદ્ધા રહેશે નહીં.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતી ભાષા ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર ઓનલાઈન સમાચાર ઓનલાઈન ગુજરાતી સમાચાર ભારત Newsworldnews Gujarati News Latest Gujarati News Latest Gujarati Samachar Live News In Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

નર્મદાનું પાણી ખેડૂતોને નહીં મળે સીએમ રૂપાણીની ચેતવણી

રાજયમાં પીવા અને સિંચાઇના પાણી માટે મહત્વના ગણાતા નર્મદા ડેમમાં પાણી ઓછું હોવાથી ખેડૂતોને ...

news

હોટલના નોકરોને ફટકારનાર બોપલ પોલિસ સ્ટેશનાનાં ચાર કોન્સટેબલની ધરપકડ થશે, સસ્પેન્ડ કરવાનો આદેશ

શહેરના એસજી હાઈવે ઉપર આવેલી જય દ્વારાકાધીશ હોટલ ઉપર તા. 31 જાન્યુઆરીના રોજ વહેલી પરોઢે ...

news

અમદાવાદમાં સ્ત્રીબિજનો ધમધમતો વેપલો, ગરીબ-મજબૂર યુવતીઓએ સ્ત્રીબિજ આપી નાણાં કમાય છે

અમદાવાદ શહેરમાં સ્ત્રીબિજનો વેપાર ધમધમી રહ્યો છે. એક અંદાજ મુજબ,અમદાવાદમાં જ ફર્ટિલીટી ...

news

પોલીસની ‘લુખ્ખી’ દાદાગીરી: પરોઢિયે વેઈટરોને માર્યા

ઓફ ડ્યૂટી પર પરોઢિયે ચાર વાગ્યે ભૂખ્યા થયેલા બોપલના ચાર કોન્સ્ટેબલ એસ.પી રિંગ રોડ પર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine