સંત સમાજની મુખ્યમંત્રી રૂપાણીને રજૂઆત મહાશિવરાત્રીના મેળાને મિનિ કુંભ મેળાનો દરજ્જો આપો

શનિવાર, 3 ફેબ્રુઆરી 2018 (13:42 IST)

Widgets Magazine

સંત સમાજની મુખ્યમંત્રી રૂપાણીને રજૂઆત મહાશિવરાત્રીના મેળાને મિનિ કુંભ મેળાનો દરજ્જો આપો
 ગિરનારની ગોદમાં ભવનાથના સાંનિધ્યમાં યોજાતા મહાશિવરાત્રીના મેળાને મિનિ કુંભનો દરજ્જો આપવાની સાધુ સમાજે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરી છે. આ ઉપરાંત ગિરનાર પર્વત પરના યાત્રાધામોના વિકાસ માટે પણ મુખ્ય પ્રધાને રજૂઆત કરવામાં આવી હતી. વિજય રૂપાણી સાથે મહામંડલેશ્ર્વર ૧૦૦૮ પૂ. વિશ્ર્વંભરભારતીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલાના મહંત નરેન્દ્રભાઈ બાપુ તથા શ્રી લલિત-કિશોરજી મહારાજ દ્વારા રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ગિરનાર ક્ષેત્રની સીડી નીચેથી લઈ ગુરૂ દત્તાત્રેયની ટીપ સુધીનો તાત્કાલીક યોગ્ય ર્જીણોદ્ધાર માટે યોગ્ય ગ્રાન્ટ ફાળવવી અને તાત્કાલીક કામ શરૂ કરાવવું તથા અનેક મુદ્દાઓની રૂપાણી સાથે ચર્ચા કરી અને સાધુ સંતોના પ્રશ્ર્નોના તાત્કાલીક ઉકેલ માટે ખાસ રજૂઆતો કરવામાં આવી હતી. સરકારમાં નિર્ણયો કરી અને આ બાબતે સરકાર દ્વારા યોગ્ય જાહેરાતો કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. મહદઅંશે દરેક પ્રશ્ર્નોનું સકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું. આવતા વર્ષથી મહાશિવરાત્રીના પાવન પ્રસંગ તેમ જ મેળાને મીની કુંભ મેળાનો દરજ્જો આપી અને મહાશિવરાત્રીના પ્રસંગ માટે ખાસ અલગથી ગ્રાન્ટ આપવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. જેનો મુખ્ય પ્રધાન દ્વારા સહર્ષ સ્વીકાર કરવામાં આવ્યો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મુખ્યમંત્રી રૂપાણી મહાશિવરાત્રી સંત સમાજ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર ઓનલાઈન સમાચાર ઓનલાઈન ગુજરાતી સમાચાર ભારત Newsworldnews Gujarati News Latest Gujarati News Latest Gujarati Samachar Live News In Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

નગરપાલિકાની ચૂંટણીમાં ફટાફટ રાજીનામાં પડતાં ભાજપની ચિંતા વધી

નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે ભાજપ દ્વારા મેન્ડેટ ...

news

ચંદ્રમોહનને તેની ડિગ્રી નહિ અપાતા વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની હેડ ઓફિસમાં આગ લગાડી !

વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટીની હેડ ઓફિસને સાંજે ભૂતપૂર્વ વિદ્યાર્થી ચંદ્રમોહને પેટ્રોલ ...

news

રિવરફ્રન્ટ પર 2 કરોડના ખર્ચે અમદાવાદના મેયર માટે બનશે આલીશાન બંગલો

અમદાવાદના મેયરને બે વર્ષની અંદર અંદર ચાર માળનો નવો આલીશાન બંગલો રહેવા માટે મળશે. આ ...

news

પ્રવીણ તોગડિયાએ ક્રાઇમ બ્રાન્ચને નોટિસ ફટકારી

વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી)ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ ક્રાઇમ બ્રાન્ચના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine