કેબિનેટ બેઠકમાં પરષોત્તમ સોલંકી સતત બીજી વાર ગેરહાજર રહેતાં અટકળો શરૂ

બુધવાર, 10 જાન્યુઆરી 2018 (16:19 IST)

Widgets Magazine


મુખ્યપ્રધાન વિજય રૂપાણીના મંત્રીમંડળની આજે મળેલી બેઠકમાં પણ રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી પરષોતમ સોલંકીની ગેરહાજરીથી ફરી રાજકીય ગરમીનો માહોલ પેદા થઈ ગયો છે. સતત બીજી વાર એવું બન્યું છે કે સોલંકી રૂપાણી કેબિનેટની બેઠકમાં હાજર ના રહ્યા હોય. વિજય રૂપાણી કેબિનેટની બેઠક સવારે 10.10 કલાકે શરૂ થઈ ગઈ હતી પણ સોલંકી બેઠકમાં પહોંચ્યા નહોતા. સોલંકીએ અગાઉ જ પોતાની નારાજગી દૂર થઈ ગઈ હોવાની જાહેરાત કરી છે છતાં આ વખતે તે કેમ હાજર ના રહ્યા તે અંગે જાત જાતની અટકળો શરૂ થઈ ગઈ હતી. સોલંકી અંગત કારણોસર ગેરહાજર રહ્યા હોવાનું મનાય છે. ગયા અઠવાડિયે પણ ગાંધીનગર ખાતે રૂપાણી કેબિનેટની બેઠકમાં ખાતાની ફાળવણીથી નારાજ કોળી નેતા અને રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકી ગેરહાજર રહ્યા હતા. કેબિનેટમાં હાજર રહેવાના બદલે સોલંકીએ પોતાના નિવાસસ્થાને કોળી સમાજના આગેવાનોની સમાંતર બેઠક યોજી હતી. સોલંકીએ તેના આગલા દિવસે જ રૂપાણીને મળીને પોતાની નારાજગી જાહેર કરી દીધી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં પણ તેમણે પોતાની નારાજગી જાહેર કરી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, જે પાંચ પાંચ ટર્મથી જીતે છે, તેને કમ સે કમ સારું ખાતું આપવું જોઇએ. તેની જગ્યાએ મને સારૂં કોઈ સ્થાન આપ્યું નથી. ગાંધીનગરમાં મળેલી રૂપાણી સરકારની ત્રીજી કેબિનેટ બેઠકમાં પીએમ મોદીની ગુજરાત મુલાકાત, ટેકાના ભાવે મગફળીની ખરીદી અને ખેડૂતોને સિંચાઈને લઈને સતાવી રહેલા પ્રશ્ન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ આગામી બજેટ સત્ર અને બજેટની તૈયારી અંગે પણ ચર્ચા કરાઈ હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વિજય રૂપાણી કેબિનેટ બેઠક સોલંકી સતત બીજી વાર ગેરહાજર રહેતાં અટકળો શરૂ

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સ્ટાર્ટ અપ માટે વિદ્યાર્થીઓએ મુકી દરખાસ્ત - માત્ર 12000 રૃપિયામાં મળે તેવુ હાર્ટસ્ટેન્ટ

ભારત સરકાર દ્વારા અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને સંશોધનકાર્યમાં મદદરૃપ થઈ પોતાના ...

news

Gujarat samachar-પ્લાસ્ટિકનો ધ્વજ ફરકાવશો તો થશે જેલ..

Gujarat samachar-પ્લાસ્ટિકનો ધ્વજ ફરકાવશો તો થશે જેલ..

news

વલસાડના દિવ્યાંગ યુવાનના જીવન પર બોલીવૂડ ફિલ્મ બનશે

વલસાડના કચ્છી પરિવારના ૯૦ ટકા દિવ્યાંગ યુવાન પરેશ ભાનુશાળીના બંને હાથની હથેળી નહીં હોવા ...

news

ચૂંટણીના પરિણામના ત્રણ સપ્તાહ પછી પણ સોગંદવિધિ કાર્યક્રમની રાહ જોતા નવા ધારાસભ્યો

ગુજરાત વિધાનસભાનું પરિણામ આવ્યાને ત્રણ સપ્તાહનો સમય પૂર્ણ થઇ ગયો હોવા છતાં હજુ સુધી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine