ગુજરાતમાં છેવટે મેઘરાજાની મહેર, આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી

બુધવાર, 11 જુલાઈ 2018 (11:31 IST)

Widgets Magazine
rain in ahmedabad

 મંગળવારે દક્ષિણ અને સૌરાષ્ટ્રને ભારે વરસાદ ઘમરોળ્યું તો બીજી તરફ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો કોરા રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બે સિસ્ટમ સક્રિય થવાથી આગામી 4 દિવસમાં સમગ્ર ગુજરાતમાં મેઘ મહેર થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
 
આખરે ગુજરાતમાં સોમાસું ફરીથી સક્રીય થયું છે. રાજ્યમાં ઠેકઠેકાણે થઇ છે. અમદાવાદ શહેર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં મંગળવાર રાતથી જ વરસાદ પડવાનો શરૂ થયો છે. તેવી જ રીતે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ શરૂ થયો છે. ખેતીલાયક વરસાદ પડવાની આગાહીના પગલે ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઇ છે.
 
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થઈ રહી છે. દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. બીજી એક સાઈક્લોનિક સિસ્ટમ છત્તીસગઢ પર સર્જાઈ છે જે ગુજરાત તરફ આગળ વધી રહી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મુંબઈ - આગામી 48 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ, 11-13 જુલાઈ સુધી આ ટ્રેનો થશે રદ્દ

મુંબઈમાં સતત થઈ રહેલ વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. છેલ્લા કેટલાક દિવસોથી લોકોને ...

news

રથયાત્રાનું મહાત્મ્યઃ- Jagannath Yatra 2018- શા માટે કાઢવામાં આવે છે જગન્નાથ રથયાત્રા ,

છેલ્લાં 500 વર્ષથી, ભગવાન જગન્નાથજીને રથયાત્રા કાઢવાની પરંપરા છે, કહે છે, જગન્નાથપુરીના ...

news

Top 10 Gujarati Samachar - ભારે વરસાદથી મુંબઈ જળબંબાકાર

વેબદુનિયાના આજના ટોચના 10 સમાચારમાં આપનુ સ્વાગત છે. આવો આજના વિશેષ સમાચાર પર નાખીએ એક નજર

news

મુંબઈમાં જ્યા જુઓ ત્યા પાણી જ પાણી... જુઓ તસ્વીરોમાં

મુંબઇના કેટલાંય વિસ્તારોમાં ધોધમાર વરસાદના લીધે રસ્તા જાણે નદીઓ બનીને વહેતા દેખાય છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine