શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 8 એપ્રિલ 2023 (13:22 IST)

ભરૂચમાં ભોલાવ GIDCમાં સિક્યોરિટી ગાર્ડે જ આગ લગાડી, પોલીસે રિમાન્ડ મેળવી પુછપરછ શરૂ કરી

security guard who set the fire at GIDC
ભરૂચની નર્મદા પેકેજીંગ અને આશાપુરા ટ્રેડિંગ ફેકટરી 22 માર્ચે આગમાં ખાખ થઈ ગઈ હતી
સી ડિવિઝન પોલીસની ટીમે તપાસ હાથ ધરતા નજીકના CCTVમાં સિક્યોરીટી ગાર્ડે જ માચીસથી બન્ને ફેકટરી ફૂંકી મારી હતી
 
ભરૂચઃ ભરૂચમાં એક સિક્યોરિટી ગાર્ડે જ આગ લગાડી હતી. જેના કારણે બે કંપનીઓમાં ભારે નુકસાન થવા પામ્યું હતું. પોલીસે આરોપીને ઝડપી પાડી તેના 4 દિવસના રિમાન્ડ મેળવી પુછપરછ કરી રહી છે. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યાં છે. સિક્યોરિટી ગાર્ડ સ્કૂટર પર આવ્યાં બાદ માચિસથી પ્લાસ્ટિકના જથ્થામાં આગ લગાડે છે. આગની આ ઘટનામાં પિતા-પુત્રને 11 કરોડનું નુકસાન થયું છે.આગ લગાડ્યા બાદ સિક્યોરિટી ગાર્ડ તેના સ્કૂટર પાસેથી માટી ઉંચકી આગ ઓલવવાનો પ્રયાસ કરે છે.
 
સી ડિવિઝન પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી
ભરૂચની નર્મદા પેકેજીંગ અને આશાપુરા ટ્રેડિંગ પિતા પુત્રની બન્ને ફેકટરી 22 માર્ચે આગમાં ખાખ થઈ ગઈ હતી. ભીષણ આગને કાબુમાં લેવા 22 ફાયર બ્રિગેડ કામે લાગ્યા હતા. બે દિવસ બાદ આગ સંપૂર્ણ કાબુમાં આવી હતી. સી ડિવિઝન પોલીસની ટીમે તપાસ હાથ ધરતા નજીકના CCTVમાં સિક્યોરીટી ગાર્ડે જ માચીસથી બન્ને ફેકટરી ફૂંકી મારી હતી. 
 
આગ લાગતાં ફેક્ટરીના માલિકને 11 કરોડનું નુકસાન
બન્ને ફેક્ટરીના માલિકોને 11 કરોડનું નુકશાન અને 11 કર્મચારીના જીવ જોખમમાં મુકનાર સિક્યોરીટી ગાર્ડ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. ફેક્ટરી ઉપર 3 દિવસ પહેલાં જ સવારે સિક્યોરીટી માટે આવેલા મનોજ બકરેનું આગ લગાવવા પાછળ પ્રયોજન તેમજ મકસદ શું હતો તે જાણવા પોલીસે તેને કોર્ટમાં રજુ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આગ લગાડવાનો હેતુ અને અન્ય તપાસ માટે સિક્યોરીટી ગાર્ડે આગ લગાડી એ કારણ હજી જાણી શકાયું નથી.