પીએમ મોદીના પત્ની જશોદાબેન રાજસ્થાનમાં અકસ્માતમાં ઘાયલ થયાં

PM modi
Last Modified બુધવાર, 7 ફેબ્રુઆરી 2018 (14:09 IST)

પીએમ નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેનનો રાજસ્થાનના કોટા-ચિત્તોડ હાઈ-વે પર એક્સિડન્ટ થયો છે. આ દરમિયાન તેમના માથામાં ઈજા થઈ છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, મોદી કોટામાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી ગુજરાત પરત જઈ રહ્યા હતા જ્યાં તેઓ માર્ગ અકસ્માતનો ભોગ બન્યા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે.

જશોદાબેનને ચિત્તોડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, જશોદાબેન બિલકુલ સુરક્ષિત છે અને માર્ગ અકસ્માત બાદ તે પોલીસકર્મીઓની સાથે ચાલીને ગાડીમાં બેઠા. ત્યારબાદ તેમને હોસ્પિટલ મોકલવામાં આવ્યા. મંગળવારે જશોદાબેન અટરુ નજીક એક રિસોર્ટમાં આયોજિત લગ્નમાં આવ્યા હતા. ગુજરાતના ઉંઝા નજીક રહેતા તેમના ભત્રીજા જયદીપના લગ્નમાં મંગળવારે બપોર પછી જશોદાબેને જણાવ્યું કે, તેમના ભાઈ જસંવતના દીકરા જયદીપનું સગપણ અટારીના વેપારી રામભરોસે રાઠોડની દીકરી સીમા સાથે કરવામાં આવ્યું હતું.


આ પણ વાંચો :