મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 30 જૂન 2018 (15:23 IST)

આ શાળામાં કુંડળી જોઈને મળે છે એડમિશન, 100 વિદ્યાર્થીઓ વેઈટિંગ લિસ્ટમાં

સાબરમતીની હેમચંદાચાર્ય સંસ્કૃત પાઠશાળામાં એડમિશન માટે કોઈ સર્ટિફિકેટની નહી પણ કુંડળીની જરૂર હોય છે. બાળકોની કુંડળીનો અભ્યાસ કરી એ જાણી શકાય છે કે તેની અંદર અભ્યાસના યોગ છે કે નહી. દસ વર્ષથી ચાલી રહેલી આ શાળામાં અત્યાર સુધી 500થી વધુ વિદ્યાર્થીઓ ભણી ચુક્યા છે 
અહીથી ભણીને નીકળેલા 500 વિદ્યાર્થીઓમાં એક સ્ટુડેંટ્સ મેથ્સની ઈંટરનેશનલ કૉમ્પિટીશન વર્લ્ડ ચેમ્પિયન બની ચુક્યોક હ્હે.   હાલ અહી એડમિશન માટે 100 વિદ્યાર્થીઓનુ વેટિંગ ચાલુ રહ્યુ છે. 
આ શાળામાં શાસ્ત્રોથી લઈને સંગીત-નૃત્ય, ચિત્રકળા, નીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર ઉપરાંત ગણિત, ઈતિહાસ, ભૂગોળ અને એકાઉંટ જેવા વિષય પણ ભણાવવામાં આવે છે. 
કુંડળીમાં ગુરૂ-બુધનો સંબંધ નક્કી કરે છે એડમિશન 
 
શાળાના સંચાલક અખિલ શાહ કહે છે કે બાળકોની કુંડળીમાં ગુરૂ-બુધનો સંબંધ શુભ હોય છે. તે વિદ્યાભ્યાસ અને શુક્ર-ચંદ્રનો શુભ સંબંધ હોય છે. તો કલા અભ્યાસનો સાચો યોગ માનવામાં આવે છે. અહીના સ્ટુડેંટ્સ તુષાર તલાવટેએ મેથ્સ ઈંટરનેશનલ કામ્પીટીશનમાં ફક્ત 2 મિનિટ 3 સેકંડમાં મેથ્સના 70 પ્રશ્નોના જવાબ આપીને રેકોર્ડ બનાવ્યો હતો.