બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 26 ડિસેમ્બર 2017 (12:08 IST)

શપથ લેતાં પહેલાં રૂપાણીએ કાંકરિયા કાર્નિવલનો આરંભ કરાવ્યો

અમદાવાદની હેરિટેજ સિટી તરીકે આગવી ઓળખ ઉભી થતાં તે હવે વિશ્વમાં ચમક્યું છે. નજીકના ભવિષ્યમાં બુલેટ ટ્રેનનું નજરાણું મળવાને લીધે અમદાવાદ પ્રાચીન અને આધુનિક શહેર બનશે તેવું કાર્નિવલ ખુલ્લો મૂકતા શપથ લેનારા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. જો કે ભાજપના માત્ર ત્રણ અને કોંગ્રેસના એકપણ ધારાસભ્ય હાજર રહ્યા ન હતા. આ કાર્નિવલમાં અમદાવાદના કાઉન્સિલરોની પાખી હાજરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, 10 વર્ષ પહેલા કાંકરિયા તળાવ તરીકે જાણીતું હતું.

તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંકરિયા તળાવની કાયાપલટ કરી અને રોનક બદલી નાંખીને શહેરને કાંકરિયા કાર્નિવલ ઉત્સવની ભેટ ધરી છે. કાર્નિવલ ઉત્સવ દ્વારા નાગરિકોને સાંસ્કૃતિક અને સદભાવનાથી જોડીને ભાવિ પેઢીને માહિતગાર કરી છે. નાગરિકો કુદરતી વાતાવરણમાં નિશાચર પ્રાણીઓને નિહાળી શકે તે માટે નોક્ટર્નલ ઝૂ તૈયાર કરાયું છે અને તેના લીધે કાંકરિયા લેક ફ્રન્ટમાં એક નવું પીંછુ ઉમેરાયું છે. હેરિટેજ સિટીનો દરજ્જો મળવાને લીધે અમદાવાદની આગવી ઓળખ ઉભી થઈ છે. આપણું શહેર ગ્રીન અનેક્લીન બને તેવી અપીલ કરી હતી. તેમજ સ્માર્ટ સિટી તરીકે આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી. કાર્નિવલમાં ભાજપના કાઉન્સિલરોની પણ ખૂબ પાંખી હાજરી જોવા મળી હતી.