
અહીં એક પોસ્ટરમાં લખ્યું છે કે, “પોળો છોડી પાલડી આવ્યા, પાલડી છોડીને ક્યાં જઈશું.” પાલડી વિસ્તારમાં વિવિધ જગ્યાએ આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે.પાલડી વિસ્તારમાં રિવરફ્રન્ટ તરફ આવેલા વર્ષા ફ્લેટને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેમાંથી એક ટાવરને જ બીયુ પરમિશન છે. બાકીના ટાવરમાં બીયુ વગર જ લોકો વસવાટ કરી રહ્યા છે. મોટાભાગના ફ્લેટના દસ્તાવેજ પણ થઈ ગયા છે. આ ફ્લેટના વેચાણમાં અશાંતધારાની શરતોનો ભંગ થયાનો આક્ષેપ અનેક વખત લગાવવામાં આવ્યો છે. આ મામલે અનેક વખત રજુઆતો પણ કરવામાં આવી ચુકી છે.